ગુજરાત બજેટને અપાશે નવો ઓપ

વેબ દુનિયા

બુધવાર, 27 ઑગસ્ટ 2008 (11:31 IST)
N.D
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના અંદાજપત્ર નિર્માણની પક્રિયાને મુળભૂત સ્વરૂપે નવો ઓપ આપીને " આઉટ કમ બેઇઝ બજેટ " ની દિશા અપનાવવા પરામર્શ હાથ ધર્યો છે.

આ સંદર્ભમાં નાણ વિભાગે પ્રસ્તૃત કરેલા પ્રઝેન્ટેશનના ઉદેશ્યોને આવકારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, આ સરકારની ભૂમિકા વિકાસને સર્વ સમાવેશક બનાવવાની રહી છે.

21મી સદીના આ સ્પર્ધાત્મક યુગમાં ગુજરાતે પ્રગતિની જે હરણફાળ ભરી છે તેમાં અંદાજપત્રની જોગવાઇઓમાં ખર્ચની નાણાકીય સિધ્ધિ નહી પણ પરિણામો સામાન્ય માનવીને સ્પર્શે તે દિશામાં ગુજરાત પહેલ કરવા માંગે છે.

વેબદુનિયા પર વાંચો