ગુજરાત ઉપચૂંટણીમાં મોદીની અગ્નિપરીક્ષા

ભાષા

બુધવાર, 26 ઑગસ્ટ 2009 (09:01 IST)
તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન અને જૂનાગઢ નગર નિગમ ચૂંટણીમાં મળેલા પરાજય બાદ સાત વિધાનસભા સીટોં પર યોજાનારી ઉપચૂંટણી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે અગ્નિપરીક્ષા સાબિત થશે.

જસદણ, ધોરાજી, દેહગામ, દાંતા, સામી, ચોટીલા અને કોડીનારમાં દસ સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપચૂંટણી મોદીના નેતૃત્વ માટે એક પડકાર હશે કારણ કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેની આગેવાનીમાં પાર્ટીનું પ્રદર્શન સંતોષજનક રહ્યું ન હતું.

ભાજપને આશા હતી કે, તે 26 માંથી 20 લોકસભા સીટો જીતશે પરંતુ તેને માત્ર 15 પર જ સંતોષ કરવો પડ્યો હતો. જો કે, તે છેલ્લી ચૂંટણીની તુલનામાં એક સીટ વધુ મળી. ભાજપને ગત માસે જૂનાગઢ નગર નિગમ ચૂંટણીમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો.

ભાજપા અને કોંગ્રેસ બન્નેએ સાતેય સીટો પર યોજાનારી ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. તેમાંથી છ પર કોંગ્રેસની જ્યારે એક પર ભાજપનો કબ્જો હતો.

રાજ્ય ભાજપા માટે ચિંતાનો સૌથી મોટુ કારણ તેની પરંપરાગત વોટ બેન્ક પટેલ સમુદાય ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં કોંગ્રેસ તરફ જવાનું છે.

વેબદુનિયા પર વાંચો