ગુજરાતમાં બૌદ્ધ ટૂરિઝમ વિકસાવાશે

સોમવાર, 6 મે 2013 (15:05 IST)
P.R

મધ્ય ગુજરાત વિસ્તારમાં આવેલા બૌદ્ધ મઠ અને સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓને બુદ્ધિસ્ટ ટુરિઝમ સર્કિટના એક ભાગરૂપે જાળવણી કરવાના પ્રયાસને ગુજરાત સરકારે વેગવંતો બનાવ્યો છે. બુદ્ધિસ્ટ ટુરિઝમ સર્કિટ માટેનો પ્રસ્તાવ કેન્દ્રની મંજૂરીને આધીન છે ત્યારે ગુજરાત સરકારે, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા ખોદકામવાળી પ્રાચીન બુદ્ધ ગુફાઓ અને સ્થળોની જાળવણી કરવાના કામને ગતિશીલ બનાવ્યું છે.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે એ પ્રવૃત્તિમાં અંગત રસ લઇને તાજેતરમાં એ ખોદકામ કરાયેલાં સ્થળોની મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત લઇને ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. મોદીએ તેમની મુલાકાત દરમિયાન કહ્યુ હતું કે, પ્રાચીનકાળમાં હજારો બોદ્ધ સાધુઓ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા વડનગર આવતા હતા. એવું માનવામાં આવે છે કે, ભારતનો પૂર્વીય વિભાગ બુદ્ધથી પ્રભાવિત હતો, પરંતુ વડનગરમાં તેના અવશેષો મળી આવ્યા હોવાથી પફિુમ વિભાગમાં તેમના પ્રભાવનો અભ્યાસ કરવાની તક ઊભી થઇ છે.
P.R

યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ વડનગરમાં ખોદકામ દ્વારા મળી આવેલા અવશેષોના સ્થળને વરસાદ અને અન્ય પ્રદૂષણથી રક્ષણ આપવા ખાસ ફાઇબરનો વિશાળ શેડ બાંધવાની યોજના છે. બુદ્ધ મઠ અને સિક્કાઓના અવશેષોનાં દર્શન કરાવતી એ સાંસ્કૃતિક દીવાલને બાંધવાની પણ અમારી યોજના છે. એ અધિકારીના જણાવ્યા મુજબ એ કામ માટે રૂ. ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો