ગુજરાતમાં એશિયાટીક સિંહના મૃત્યુમાં વધારો થયો - કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું

મંગળવાર, 10 મે 2016 (11:34 IST)
હાલમાં માત્ર ગુજરાતના નેચરલ અને અનનેચરલ રિઝનમાં એશિયાટીક સિંહોના મોતમાં વધારો થયો હોવાનું રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા કબૂલ કરવામાં આવ્યું છે. આ સિેહોના મોત ખાસ કરીને રેલવે ટ્રેક અને રોડ અકસ્માતમાં થયા હોવાનું રાજ્યસભામાં થયેલા સવાલ જવાબોમાં જાણવા મળ્યું હતું.

ભારતમાં એશિયાટીક સિંહ માત્ર ગુજરાતમાં છે. ત્યારે ગુજરાત સરકારે માહિતી આપ્યા મુજબ સિંહોના મોતમાં ખાસો વઘારે થયો હોવાનું પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડે કરે એક સવાલના જવાબમાં જણાવ્યું હતું, તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે 2013માં 76, 2014માં 78, 2015માં 91 સિહોના મોત થયા હતાં. આ આંકડાઓમાં વધારો થતાં સૌથી વઘુ સિંહના મોત 2015ના વર્ષમા થયાં છે. તેમણે ઉમેર્યું હતું કે આ સિંહોના મોત મુખ્યત્વે નેચરલ અને ઈનનેચલ રિઝનમાં થયાં છે.

જેમાં નેચરલ રિઝનમાં સિહોના અંદરોઅંદર થતી રહેતી લડાઈને કારણે તેમજ રોડ અકસ્માતને કારણે તેમના મોત થતાં રહે છે. તે ઉપરાંત બિમારી અને રોગચાળાને કારણે પણ તેમના મોત થાય છે. તે ઉપરાંત અનનેચરલ ડેથની વાત કરીએ તો તેમનું રોડ અને ટ્રેન અકસ્માતમાં મોત થાય છે. અમરેલી જિલ્લામાં ગત વર્ષે ભારે વરસાદના કારણે પુર આવ્યું હોવાથી 10 સિંહના મોત થયાં હતાં. 

વેબદુનિયા પર વાંચો