ગુજરાતના સ્થળમાં છે રહસ્ય, વિજ્ઞાન પણ તેની શોઘમાં નિષ્ફળ ગયું

શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (15:27 IST)
આ વિશ્વ અનેક  રહસ્યો અને વાસ્તવિકતાઓથી ભરેલું છે. વિશ્વમાં ઘણા એવા રહસ્યો છે જેનો તાગ મેળવવા વિજ્ઞાન પણ નિષ્ફળ નિવડ્યું છે. અહીં એવી જ એક ઘટના વિશે વાત કરી છે જેના મૂળમાં છે ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ણનો નિયમ છે કે કોઇપણ વસ્તુને પોતાના તરફ આકર્ષવી. ગુરુત્વાકર્ષણને લીધે જ આપણે ધરતી પર સ્થિર રહી શકીએ છીએ. પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા છે ત્યાં ગુરુત્વાકર્ષણનો અભાવ છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં તુલસીશ્યામ પર્યટન સ્થળ  નજીક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણનો અભાવ છે . આ રહસ્યની જાણ એક સામાન્ય માણસને થઇ હતી જે તુલસીશ્યામ ફરવા માટે જઇ રહ્યા હતા. જ્યારે તેણે હોલ્ટ માટે રસ્તા પર પોતાની કાર રોકી રોકી ત્યારે તેણે જોયું કે તેની કાર ઢાળ પર ચઢવા લાગી. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ કાર ઢાળ તરફ જવી જોઇતી હતી પરંતુ આને બદલે કાર ઢાળ ચઢવા લાગી. આ ઘટના જોઇ તેઓને નવાઇ લાગી. તેણે ફરીથી આ પ્રયોગ કર્યો અને તેનો વિડિયો રેકોર્ડ કર્યો ત્યારે પણ તેણે જાયું કે તેની કાર આપોઆપ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશમાં ચાલી રહી છે. રતીલાલ નામના વેપારી પોતાના મિત્રો સાથે પર્યટન સ્થળ તુલસીશ્યામ જઇ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં હોલ્ટ માટે પોતાની કાર રોકી. અચાનક તેમણે કાર તરફ જોયું તો તેમની ઢાળની વિરુદ્ધ દિશાએ આપોઆપ ચડી રહી હતી. આ જોઇને નવાઇ લાગી.  થોડા સમય બાદ તેઓ ફરી આ જગ્યાની મુલાકાતે આવ્યા ત્યારે પણ આ ઘટના ઘટી. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. ત્યારબાદ આ રહસ્ય વિશે લોકોને જાણ થઇ. તુલસીશ્યામએ ગરમ પાણીના ધરા તરીકે જાણતું છે. ત્યાં જમીનમાંથી ગરમ પાણી નીકળી રહ્યું છે જે પણ એક રહસ્યની વાત જ છે.

વેબદુનિયા પર વાંચો