ગુજરાતના સળગવા પાછળ આનંદીબેનના 2 વર્ષ નહી મોદીના 13 વર્ષ જવાબદાર - રાહુલ ગાંધી

મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (12:30 IST)
આનંદીબેન પટેલના ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી હટવા સંબંધી નિર્ણય લેવાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ આજે કહ્યુ કે કોઈને બલિનો બકરો બનાવી દેવાથી ભાજપા ખુદને પોતાના રાજ્યમાં જ નહી બચાવી શકે કારણ કે રાજ્યના સળગવા માટે નરેન્દ્ર મોદીના 13 વર્ષનુ શાસન જવાબદાર છે. 
 
ગાંધીએ પોતાના અધિકારિક ટ્વિટર એકાઉંટ પર કહ્યુ, "ગુજરાતને સળગાવવા માટે આનંદીબેનના બે વર્ષનુ શાસન નહી પણ મોદી શાસનના 13 વર્ષ જવાબદાર છે. ગુજરાતની મુખ્યમંત્રીના પદથી હટાવવાના નિર્ણય લેતા ગઈકાલે કહ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે નવુ નેતૃત્વ જવાબદારી સાચવે કારણ કે તે ટૂંક સમયમાં જ 75 વર્ષની થવા જઈ રહી છે. 
 
ગુજરાતમાં આગામી વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ ગુજરાતના પંચાયત ચૂંટણીઓમાં ગ્રામીણ વિસ્તારમાં સારુ પ્રદર્શનથી ઉત્સાહિત છે. પાર્ટી છેલ્લા બે દસકાથી ગુજરાતમાં સત્તામાંથી બહાર છે. 
 
રાજ્યમાં પાટીદાર સમુહ અનામતની માંગને લઈને પ્રદર્શન કરી રહ્યુ છે અને મૃત ગાયની ખાલ કાઢવાના મામલાને લઈનેઉનામાં લોકોના સમુહને દલિત સમુહના સાત લોકો પર હુમલો કર્યો હતો જ્યાર પછી દલિત ત્યા પ્રદર્શન કરી રહ્યા છે. 
 
કોંગ્રેસે આનંદીબેના રાજીનામા પર કહ્યુ કે તેમને ખૂબ પહેલા જ આ પગલુ ઉઠાવી લેવુ જોઈતુ હતુ. તેમને આરોપ લગાવ્યો કે રાજ્યના દલિતો અને પાટીદાર સમુહ સાથે સંબંધિત મુદ્દાનો સામનો કરવામાં નિષ્ફળતાને લઈને આ બંને સમુહમાં વધી રહેલ અસંતોષ છતા પાર્ટી નેતૃત્વ તેમને બચાવતુ આવુ રહ્યુ હતુ. 
 
કોંગ્રેસના ગુજરાત મામલાના મહાસચિવ ગુરૂદાસ કામતે કહ્યુ કે જો આનંદીબેનને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવે છે કે કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવે છે તો આ દલિત અને પાટીદાર સમુહના લોકોના જખમ પર મીઠુ ચોપડવા બરાબર રહેશે.

વેબદુનિયા પર વાંચો