ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ ઃ રૃપાણી અને મંગુભાઈ કેબિનેટમાં

બુધવાર, 19 નવેમ્બર 2014 (15:45 IST)
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જૂના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં ચાર નવા ધારાસભ્યોનો મંત્રીમંડળમાં ઉમેરો કરવામાં આવ્યો. હાલ રાજભવનના પ્રાંગણમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં મંગુભાઈ પટેલ અને વિજય રૃપાણીએ કેબિનેટ કક્ષાના જયારે પુરષોત્તમ સોલંકી અને જશા બારડે રાજયકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
રાજકોટ પશ્ચિમની વજુભાઈ વાળાની બેઠક પરથી ચૂંટાયેલા વિજય રૃપાણીનું નામ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચમાં હતું. તો આ તરફ કેબિનેટ મંત્રી ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવાતા કેબિનેટમાં આદિવાસી સમાજનું નેતૃત્વ ન હોવાથી મંગુભાઈ પટેલને કેબિનેટમાં સમાવાયા છે. મંગુભાી પટેલે મંત્રી પદે શપથ ગ્રહણ કરતા પહેલા વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું

વેબદુનિયા પર વાંચો