ગુજરાતના પ્રથમ મહિલા આનંદીબહેન મુખ્યમંત્રીઃ ૩ કપાયા, ૪ નવા મંત્રી

શુક્રવાર, 23 મે 2014 (16:23 IST)
મહાત્મા મંદિર ખાતે વિજય મુહુર્તમાં ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત ૬ કેબિનેટ અને ૧૪ રાજય કક્ષાના મંત્રીઓને  રાજયપાલ ડો. કમલા બેનીવાલે હોદ્દાઓ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

આનંદીબહેન પટેલે શપથ લેતાંની સાથે જ રાજકીય ધડાકો કરી ગત મોદી પ્રધાનમંડળના ત્રણ મંત્રીઓ પરષોત્તમ સોલંકી, પરબતભાઈ પટેલ અને વાસણભાઈ આહિરને પડતા મૂકયા હતા. જયારે ૪ નવા મંત્રી તરીકે તારાચંદ છેડા, શંકરભાઈ ચૌધરી, બચુભાઈ ખાબડ અને કાંતિભાઈ ગામિતને પ્રધાનપદાની નવાજેશ કરી હતી. સાંજે આનંદીબહેને મંત્રી મંડળની પ્રથમ બેઠક બોલાવી ખાતાની ફાળવણી પણ કરી દીધી હતી. જેમાં મંત્રી મંડળમાં નંબર ટુ સ્થાન ધરાવતી નીતિનભાઈ પટેલ પાસે રહેલું મહત્વનું ગણાતું નાણાં ખાતુ છિનવી પ્રમાણમાં ઓછા મહત્વના એવા આરોગ્ય અને માર્ગ મકાન વિભાગનો હવાલો આપી તેમને આંચકો આપ્યો હતો. તો મોદીના વિશ્વાસુ મંત્રી એના સૌરભ પટેલને ઊર્જા આનંદીબહેને ગૃહ ઉપરાંત ઉદ્યોગ, મહેસૂલ, બંદરો, તમામ નીતિઓ અને શેહરી વિકાસ જેવા મહત્વના ખાતાનો હવાલો પણ પોતાની પાસે રાખ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો