ગુજરાતના પોલીસ વડા(ડીજીપી) અમિતાભ પાઠકનુ નિધન

શુક્રવાર, 23 ઑગસ્ટ 2013 (16:18 IST)
:
P.R
રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકનું બેંગકોક ખાતે હ્રદયરોગના જીવલેણ હુમલાને પગલે મૃત્યુ નીપજ્યું છે. એડિશનલ ડીજીપી પ્રમોદ કુમારે આ હકીકતની પુષ્ટિ કરી છે. અમિતાભ પાઠક પરિવાર સાથે બેંગકોકમાં હતાં અને ત્યાં જ તેમને હાર્ટએટેક આવ્યો હતો.

સેવ. અમિતાભ પાઠકની તબિયત અગાઉ લથડી હતી. ગત 15મી ઓગસ્ટે ભૂજમાં આયોજિત મોદીના સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં પણ અમિતાભ પાઠક પડી ગયા હતા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ રાજ્યના ડીજીપી તરીકે ૧૯૭૭ની બેચના આઈ.પી.એસ. અધિકારી અમિતાભ પાઠકની નિમણૂંક કરાઈ હતી.

તેઓ ૨૦૧પમાં નિવૃત્ત થવાના હતાં અને બે વર્ષ સુધી ડી.જી.પી.નો કાર્યભાર સંભાળવાના હતા. અત્યંત ચકચારી એવા, ગાંઘીનગરના ઋચિ અપહરણકાંડ વખતે અમિતાભ પાઠક ગાંધીનગરના રેન્જ આઈ જી હતા. તેમની તપાસ હેઠળ ઋચિનો પતો મળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો