કોંગ્રેસમાં સંભળાયા ચૂંટણીના પડઘમ

વેબ દુનિયા

બુધવાર, 28 જાન્યુઆરી 2009 (13:44 IST)
લોકસભાની ચૂંટણી હજી સત્તાવાર રીતે જાહેર થઇ નથી પરંતુ વિવિધ પક્ષો તેની આગોતરી તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત પ્રદેશ કાગ્રેસની તાજેતરમાં મળેલી કોર કમિટીની મિટીંગમાં લોકસભાની ચૂંટણી અને સંગઠન તથા પક્ષના આગામી કાર્યક્રમો માટે કોર કમિટીના સભ્યોને જિલ્લા-લોકસભા વિસ્તારની જવાબદારી સાપવામાં આવી છે.

ઓલ ઈન્ડિયા કાગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની લીલી ઝંડી બાદ સંગઠનની કામગીરી માટે પ્રદેશ આગેવાનોની કોર કમિટીની રચના બાદ જે કાગ્રેસ અગ્રણિઓને જવાબદારી સાપવામાં આવી છે તેમાં પ્રદેશ કાગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલને દાહોદ, ગોધરા અને વડોદરાની ગુજરાત વિધાનસભા કાગ્રેસ પક્ષના નેતા શકિતસહનું ગોહિલને ભાવનગર અને ભરૂચ જિલ્લાની જવાબદારી સાપવામાં આવી છે.

જયારે કુંવરજીભાઇ બાવળીયાને જૂનાગઢ, ભાવનગર, તુષાર ચૌધરીને સુરત, તાપી, ભરતભાઇ સોલંકીને આણંદ, ખેડા, નરેશ રાવલને ગાંધીનગર, પાટણ, નરહરી અમીનને બનાસકાંઠા, સાબરકાંઠા, અર્જુનભાઇ મોઢવાડિયાને પોરબંદર, રાજકોટ, કદીર પીરજાદાને નર્મદા, છોટા ઊદેપુર, રાજુભાઇ પરમારને મહેસાણા, ચંદ્રિકાબેન ચુડાસમાને સુરેન્દ્રનગર, કચ્છ, હિંમતસિંહ પટેલને અમદાવાદ, શાંતાબેન ચાવડાને જામનગર, અમરેલી અને ગૌરવ પંડ્યાને નવસારી, વલસાડ ડાંગ જીલ્લાની જવાબદારી સાપવામાં આવી છે. આ કોર કમિટીના સભ્યો જિલ્લા લોકસભામાં વિસ્તારનો પ્રવાસ કરીને જિલ્લા તાલુકા કક્ષાની બેઠકો કરીને સઘન કામગીરી કરશે.

વેબદુનિયા પર વાંચો