કાલે છે અખાત્રીજ - ૪૦ હજારથી વધુ લગ્ન - ગોર મહારાજથી લઈ તમામ જગ્યાએ હાઉસફુલનાં લાગ્યા પાટીયા

સોમવાર, 20 એપ્રિલ 2015 (17:24 IST)
રાજ્યમાં એપ્રિલે ૪૦ હજારથી વધુ વરઘોડિયા પ્રભુતામાં પગલા પાડશે. ૨૧મી એપ્રિલને મંગળવારે અક્ષયતૃતિયા એટલે કે અખાત્રીજ છે. આ દિવસે હજારો વિવાહ હોવાને લીધે ગોર મહારાજથી લઈ પાર્ટી પ્લોટસ, બેન્ડબાજાવાળા, ફટાકડાવાળા, ફૂલબજારથી લઈ લગસરાના તમામ બજારોમાં તેજી આવી ગઈ છે.

અખાત્રીજને દિવસે કોઈ પણ કામ માટે શુભમુહૂર્ત કહેવામાં આવે છે. આ દિને શાસ્ત્રો અનુસાર લગ્ન માટે વણજોયા મુહૂર્ત કહેવાય. ૧૪મી જુલાઈ ૨૦૧૫થી ગુરૂ સિંહસ્થ થશે એટલે કમૂર્તાર્ને પગલે ૧૪મી એપ્રિલ ૨૦૧૬ સુધી લગ્નનું શુભ મુહૂર્ત નથી જેને કારણે નવ યુગલોનાં માતા-પિતા વૈશાખ-જેઠમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી લેવાનું નક્કી કર્યું છે. અને તાત્કાલિક વિવાહના મુહૂર્ત પણ કઢાવ્યા છે. આ વખતે આને લીધે જ લગ્નસરાના વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓના ધંધામાં તેજી જોવા મળી છે. પાર્ટી પ્લોટ અને હોલના એડવાન્સ બુકિંગની સાથે સાથે ફૂલ બજાર, ફટાકડા, કેટરિંગ, બેન્ડબાજા, બ્યુટીપાલર્રમાં પણ તેજી જોવા મળી રહી છે. શાસ્ત્રોના કહેવા અનુસાર જ્યારે ગુરમાં સિહસ્થ હોય ત્યારે કોઈ પણ શુભ કામ ન થાય એ વર્ષના બહુ માટો કમુરતા કહેવાય અને આ વખતે વૈશાખને જેઠ મહનિામાં પણ ૧૮ જેટલા જ વિવાહના મુહૂર્ત છે. એટલે ૧૪મી એપ્રિલ, ૨૦૧૬ સુધી મેરેજના સારા મુહૂર્ત નથી. આ દિવસે ઘણી જગ્યાએ સમૂહલગ્નાિેનું પણ આયોજન કરાયું હોવાથી અક્ષયતૃતીયાએ ૪૦ હજારથી વધુ વરઘોડીયાં પ્રભુતામાં પગલા પાડશે

વેબદુનિયા પર વાંચો