કચ્છ લોકસભાની બેઠક પર ત્રીજો પક્ષ ફાવ્યો નથી

શુક્રવાર, 11 એપ્રિલ 2014 (14:13 IST)
કચ્છમાં સોળમી લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કચ્છની બેઠકો પરાથી ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષની અસરકારકતા નહિવત હોય તેમ બે જ વખત બેઠક પર મેદાન મારી શકયા છે.
 
કચ્છમાં ૧૬મી લોકસભાની ચુંટણી દિનપ્રતિદિન નજીક આવી રહી છે તેમ વધુને વધુ મતદારોને ચુંટણીના મેદાનમાં ઢસડી લાવવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા તમામ જોર લગાડી દેવામાં આવી રહ્યુ છે અને એક બિજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં કે કાદવ ઉછાડવામાં કોઇ પણ મોકો ચુકાતો નાથી ત્યારે કચ્છમાં અલગ રાજય તરીકે તેમજ મુંબઇમાં સમાવેશ બાદ અને ગુજરાતના જિલ્લા તરીકે ૧૯૫૨ થી લોકસભાની ચુંટણીઓ લડાતી આવી છે અને તેમાં પુજાએ તેમની પસંદ બતાવી ઉમેદવારોને પાર્લામેન્ટ સુધી પહોંચાડયા છે. જેમાં ૧૯૫૨ની પ્રાથમ લોકસભાની ચુંટણીથી ૧૯૫૭ની ચુંટણીમાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યા બાદ ૧૯૬૨ના ઇલેકશનમાં મ.કુ.હિમ્મતસિંહજીએ સ્વતંત્ર પગેથી ઉમેદવારી નોંધાવી કચ્છ સીટ પર કબ્જો કર્યો હતો ત્યાર બાદ ફરીથી બે ટર્મમાં કોંગ્રેસની સત્તા ચુંટાઇ આવી હતી. તો ૧૯૭૭માં ફરી જનતા પક્ષે મેદાન માર્યુ હતું તો ત્યાર બાદ નવ લોકસભાની ચુંટણીઓમાં ભાજપ કોંગ્રેસ સિવાય કોઇપણ ત્રીજા પક્ષને બેઠક મળી નાથી ત્યારે લોકોમાં બિજા પક્ષે પ્રખ્યાતી મેળવવામાં સદંતર નિષ્ફળતા પ્રાપ્ત કરી  રહ્યા હોવાથી ઇજારા જેવી પરિસિથતી સર્જાય રહી છે. ત્યારે કચ્છ બેઠક પરાથી કોંગ્રેસ ૫ વખત હારનો સામનો કર્યો છે તો ૧૯૮૯થી મેદાનમાં આવેલા ભાજપે એક વખત હારનો સામનો કર્યો છે. ત્યારે  આગામી ચુંટણી ઉપર તમામ લોકો નજર જમાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો