કચ્છમાં ભૂકંપનો હળવો આંચકો

મંગળવાર, 8 એપ્રિલ 2008 (09:19 IST)
ગુજરાતનાં કચ્છ વિસ્તારમાં ગઈકાલે બપોરે ભૂકંપનો સામાન્ય આંચકો અનુભવવામાં આવ્યો હતો. તેનાથી ડરને લોકો રસ્તાઓ પર આવી ગયા હતા તથા થોડા સમય માટે ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ભારતીય હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે ભૂકંપ બપોરે બે વાગ્યેને 31 મિનિટ પર અનુભવવામાં આવ્યો હતો. તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 આંકવામાં આવી હતી. આ ભૂકંપની જાનમાલનાં નુકશાનનાં કોઈ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી 2001 માં આવેલા જોરદાર ભૂકંપમાં કચ્છ સહિત ગુજરાતનાં અન્ય શહેરો અને ગામોમાં જાનમાલને પારાવાર નુકશાન થયું હતું.

વેબદુનિયા પર વાંચો