કચ્છની પાકિસ્તાન બોર્ડર પર સેના કોઈપણ પડકારો ઝીલવા સંપૂર્ણ સજ્જ

શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (13:50 IST)
કચ્છની પહેલી મુલાકાતે આવેલા બીએસએફના ગુજરાત ફન્ટીંસ સરહદી સુરક્ષા, દરિયાઈ  સુરક્ષા સહિતની બાબતો એ પોતાની બે દિવસીય મુલાકાતમાં સમીક્ષા કરી હતી અને સરહદ પર ફરજ બજાવતા જવાનોને મનોબળ  પુરૃ પાડયું હતું આ દરમ્યાન  તેઓએ મુલાકાતમાં બીએસએફ અને પ્રજા વચ્ચેના સંબંધોથી લઈ  બોર્ડ પર સુરક્ષા માટેના નવા અવકાશો  અંગે પણ જાણકારી આપી હતી.

બીએસએફની ગુજરાત ફન્ટીઅરના આઈજીની પોસ્ટ પર નિમણૂક પામેલા સંતોષ મેહરા બે દિવસીય કચ્છની મુલાકાતે આવ્યા છે જેમાં તેઓએ રણ વિસ્તાર, હરામીનાળુ દરિયાઈ પટ્ટી તેમજ ક્રીક વિસ્તારની મુલાકાત લઈ બીએસએફના જવાનોને પ્રોત્સાહન પુરૃ પાડયુ હતુ ને મનોબળ વધાર્યું હતું. આ દરમ્યાન  તેમના દ્વારા સુરક્ષા અને સાવચેતીનું  રૃબરૃ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તેમણે કરેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કચ્છએ ઓછી વસ્તી ધરાવતો  જિલ્લો છે અને બોર્ડર વિસ્તાર હોવાથી બીએસએફ અને પ્રજાજનો વચ્ચે સુમેળ  ભર્યા સંબંધો વિકસાવવા જોઈએ અને લોકોના ધ્યાને આવતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ તેઓએ બીએસએફને તુરંત જ જણાવવી જોઈએ આ ઉપરાંત અવારનવાર પાકિસ્તાની માછીમારો પકડાતા હોવાથી માત્ર તેને માછીમાર ન સમજી યોગ્ય સાવચેતી રૃપ પગલા લેવા અને માછીમારના રૃપમાં કયારેક કોઈ આંતકી ઘુસી ન જાય તે માટે યોગ્ય  સુરક્ષા માટેના પગલા લેવા જવાનોને સાવચેત કરવામાં આવ્યું હતું તેમજ હાફીઝ સઈદ પાકિસ્તાનમાં દેખાયા હોવા અંગે આઈજીના કહેવા પ્રમાણે  તે પોતાના દેશમાં કંઈપણ કરે તેનાથી કોઈ ફરક નથી પણ કચ્છની બોર્ડરે જવાનો હંમેશા સતર્ક રહી દરેક હીલચાલ પર નજર લગાવીને બેઠા છે તો લખપત પાસે ઉર્જા ઉત્પન્ન કરવા વીન્ડફાર્મ બનાવવા પ્રપોઝલ તૈયાર કરવાની પણ તૈયારી દર્શાવાઈ હતી. તેમજ પાકિસ્તાની આતંકવાદી હાફીઝ સઈદ પાક બોર્ડ પર દેખાયો હોવાની વાતને આંશિક સમર્થન આપ્યું હતું. ક્રીક વિસ્તાર માટે આધુનિક એટીવીની ટ્રાયલ ચાલુ છે. ત્યારે બે અત્યાધુનિક વાહનો બાદ કુલ ૩ એટીવી થી બીએસએફ સજજ થશે. આ સાથે ક્રીક વિસ્તારમાં દરિયાઈ કીચડ હોવાથી  કામગીરી  કપરી થાય છે. જેથી પ્રોપર સ્ટ્રકચર બનાવવા અંગે પણ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા અને સાવચેતી બાબતે હંમેશા વધુને વધુ કામગીરીનો અવકાશ હોવાથી ભવિષ્યમાં પણ બીએસએફને વધુનેવધુ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી. આઈજીની નિમણૂક પામેલા અશોક મેહરા વિવિધ પરિસિથતિઓનો બહોળો અનુભવ ધરાવે છે તેઓએ લખનઉથી બીકોમ,  એમબીએ, કર્યા બાદ યુએસએથી માસ્ટર ઈન પબ્લીક સર્વિસ એન્ડ એડમીનીસ્ટ્રેશનની તેમજ ઓસ્ટ્રેલિયાથી માસ્ટર ઈન ઈન્ટરનેશનલ સ્ટડીઝ ડીગ્રી મેળવી છે. તેઓ ૧૯૮૭ની આધ્રકેડરના આઈપીએસ અધકારી છે. જેઓએ  પોલીસ સર્વિસમાં આંધપ્રદેશ, વેસ્ટ બંગાલ,  હૈદરાબાદ સહિતની વિિધ જગ્યાએ પોતાની કામગીરી કરી  છે અને મોટા ભાગે નકસલી પ્રદેશોમાં સુઝબુઝાથી કાર્યશૈલી દર્શાવી છે જેી તેમને આંતરીક સુરક્ષા મેડલ, યુએન પીસકીપીંગ મેડલ, ઈન્ડીયન પોલીસ મેડલ ફોર મીલીટરીયસ સર્વિસ  સહિતના ચંદ્રકોાૃથી નવાજવામાં આવ્યા છે. તેમની આ મુલાકાતમાં ડીઆઈજી એ. એસ. રાઠોર,  કમાન્ડર રાકેશ ચૌધરી સહિતના વિવિાૃધ અિાૃધકારીઓ હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો