કચ્છનાં સફેદ રણમાં ૧૭મી સપ્ટેમ્બરે અનોખી રીતે ઉજવાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ

શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 (17:47 IST)
કચ્છનું સફેદ રણ આજે વિશ્ર્વફલક પર પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન જમાવી ચુક્યું છે. જેમાં ભારતના વડા પ્રધાન તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને દૂરંદેશીભર્યા પ્રયાસનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વિશ્ર્વ પ્રસિદ્ધ ટુરિઝમ સાઇટ બનેલા સફેદ રણમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને પ્રવાસન ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને કચ્છ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ પ્રત્યેની વિશેષ લાગણી જગજાહેર છે, તેમણે રણોત્સવ દ્વારા દુનિયભારના પ્રવાસીઓને અહીં આકર્ષિત ર્ક્યા છે, તો અમિતાભ બચ્ચનની જહેમત થકી કચ્છ પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. ત્યારે વડા પ્રધાનના આગામી જન્મદિનને વિશિષ્ટ રીતે ઉજવવા કેટીડીસી દ્વારા ગુજરાતભરમાંથી જે ભાઇ-બહેનનો જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બર (૧૯૯૬ કે તે અગાઉ) હશે તેમનામાંથી ૬૪ વ્યક્તિને પસંદ કરી તેમને વડા પ્રધાનનો જન્મદિવસ મનાવવા માટે આમંત્રણ અપાશે તેમજ તેમને નિ:શુલ્ક કચ્છનો પ્રવાસ કરાવાશે. આ માટે ગુજરાતમાંથી ૧૭મી સપ્ટેમ્બરે જન્મેલા ગુજરાતીવાસીએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ કચ્છ ટુરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ડેનીશ સ્ટેશન પાસે, છઠ્ઠીબારી રિંગરોડ, ભૂજ ખાતે બર્થ સર્ટિફિકેટ મોકલવાનું રહેશે અથવા સમિંભ૨૦૧૪લળફશહ.ભજ્ઞળ પર ઇમેઇલ કરવા જણાવાયું છે. વધુ માહિતી માટે જન્મદિન ઉજવણી આયોજક સંસ્થાના પ્રમુખનો સંપર્ક કરવો.

પ્રાપ્ત અરજીઓનો પ્રતિષ્ઠિત અગ્રણીઓ દ્વારા ડ્રો કરવામાં આવશે. જેમાં વિજેતા થનારાઓને ભૂજથી એક દિવસીય પ્રવાસમાં કાળો ડુંગર, ધ્રોબાણા (કચ્છ હેન્ડીક્રાફ્ટ વિલેજ), ઇન્ડિયા બ્રીજ (ભારત-પાકિસ્તાન સરહદ) તથા સફેદ રણ લઇ જવાશે. જ્યાં સાંજે મહાનુભવોની હાજરીમાં કેક કટિંગ કરી વડા પ્રધાનની ઉજવણી થશે.

વેબદુનિયા પર વાંચો