ઇ-મેઇલ મુદ્દે પોલીસ તપાસમાં

ભાષા

શનિવાર, 23 ઑગસ્ટ 2008 (10:46 IST)
વડોદરા. સુમનદીપ વિદ્યાપીઠના રજીસ્ટ્રર શાહે આજે કહ્યુ કે પોલીસ વિશ્વ વિદ્યાલય લેબોરેટરીના કોમ્પ્યુટરોના રેકોર્ડની તપાસ કરી રહી છે. જેથી અમદાવાદમાં ગત 26મી જુલાઇએ થયેલા હુમલામાં મોકલવામાં આવેલ ઇ-મેઇલના સ્ત્રોતની જાણકારી મેળવી શકાય.

આ કામગીરી એટલા માટે કરવામાં આવી રહી છે કે, એક રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે, વિશ્વ વિદ્યાલયના એક વિદ્યાર્થીએ ઇન્ડિયન મુઝાહિદ્દીનના નામથી ઇ-મેઇલ કર્યો હતો.

શાહે પત્રકારોને માહિતી આપી હતી કે લેબના કેટલાય કોમ્પ્યુટરો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. જેમાં ઇન્ટરનેટ સુવિધા છે. તેમજ તેઓ પોલીસને આ તપાસમાં પુરતો સહયોગ પણ આપી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો