આવતીકાલે રજુ થનારી ફિલ્મ 'ઉડતા પંજાબ' ગુજરાતમાં 20-20 રૂપિયામાં વેચાય રહી છે !!

ગુરુવાર, 16 જૂન 2016 (11:04 IST)
સેન્સર બોર્ડસાથે ઝઘડો કરીનેમુંબઇ હાઇકોર્ટ પાસેથી સેન્સર સર્ટિફીકેટ મેળવવાનો આદેશ લઇ આવીને જબદસ્ત વિવાદો સર્જનારી અનુરાગ કશ્યપની 'ઉડતા પંજાબ' ઇન્ટરનેટ પર લીક થઇ ગયાના સમાચાર આવી રહ્યા છે. પણ એનાથી પણ મોટી વાત એ છે કે ગુજરાતમાં આ ફિલ્મની DVD ગઇકાલે બપોરથી વીસ-વીસ રૂપિયામાં લારી પર વેચવાની શરૂ થઇ ગઇ છે અને લોકો વિના સંકોચે ખરીદી પણ રહ્યા છે. ફિલ્મના પ્રોડયુસર અનુરાગ કશ્યપે'મીડ-ડે'ને કહ્યું હતું કે આ મારા માટે ખરેખર શોકિંગ છે.
 
   'ઉડતા પંજાબ'ની જે પ્રિન્ટ માર્કેટમાં મળવા માંડી છે. એ સેન્સર બોર્ડને સોંપવામાં આવી હતી એ કોપી છે અને ફાઇનલ પ્રિન્ટ છે. પ્રોડકશન-હાઉસ અને ડિરેકટર આ પ્રિન્ટ કેવી રીતે લીક થઇ એના વિશે કોઇ વાત કરવા તૈયાર નથી. ફિલ્મના ડિરેકટર અભિષેક ચૌબેએ કહ્યું હતું કે અમે પહેલા લીગલ એડવાઇઝર  લેવા માગીએ છીએ પણ એટલું નકકી છે કે અમે લીંગલ એકશન લઇશું.
 
   ગુજરાત પાઇરસી માર્કેટનું હબ છે. ગુજરાતમાંથી જ મોટા ભાગની પ્રિન્ટ દેશભરમાં પહોંચાડવામાં આવતી હોય છે. બુધવારે બપોરે તૈયાર થયેલી 'ઉડતા પંજાબ'ની  DVD આજે બપોર સુધીમાં આખા દેશમાં સપ્લાય થઇ જશે.જયારે અફસોસની વાત એ છે કે ફિલ્મ આવતી કાલે રીલીઝ થવાની છે

વેબદુનિયા પર વાંચો