આનંદીબેન પટેલ આજે ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લેશે

ગુરુવાર, 22 મે 2014 (09:48 IST)
. ગુજરાતમાં 13 વર્ષો સુધી સરકાર ચલાવનારા નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપતાની સાથે જ ગુજરાતની જવાબદારી તેમની સહયોગી અને ખૂબ નિકટના એવા આનંદીબેનને આપવામાં આવી છે. આનંદીબેન આજે મુખ્યમંત્રી પદની શપથ લેશે.  ગુજરાત ભાજપાના નેતાઓએ રાજ્યપાલ કમલા બેનીવાલને આનંદીબેન પટેલને રાજ્ય ભાજપા ધારાસભય દળના નેતા તરીકે પસંદ કરવાની માહિતી આપી અને અનુરોધ કર્યો કે તેઓ આનંદીના નવા મુખ્યમંત્રીના રૂપમાં પદને શપથ અપાવે. 
 
ગુજરાતમાં રાજ્યપાલ મહાત્મા મંદિરમા એક સમારંભમાં આનંદી પટેલને મુખ્યમંત્રી પદની શપથ અપાવશે. રાજ્ય ભાજપા અધ્યક્ષ આરસી ફળદૂ ભાજપા મહાસચિવ અમિત શાહ અને બીજા નેતાઓએ અહી રાજ્યપાલ સાથે મુલાકાત કરી આ વાતની માહિતી આપી છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અર્જુન મુંડા ગુજરાતની નવી મુખ્યમંત્રી અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અર્જુન મુંડા ગુજરાતની નવી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગાંધીનગરમાં આયોજીત શપથ ગ્રહણ સમારંભમાં જોડાશે.  
 
ભાવિ પ્રધાનમંત્રી નરેન્દ મોદીના પોતાના મંત્રી પરિષદની સાથે મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ ગઈકાલે ભાજપા ધારાસભ્ય દળે સર્વસંમતિથી આનંદીને પોતાના નવા નેતા પસંદ કર્યા.  

વેબદુનિયા પર વાંચો