આનંદીબેનના પતિ મફતભાઈ પટેલે ‘આપ’માં જોડાવવાનો ઈનકાર કરી દીધો

મંગળવાર, 7 જાન્યુઆરી 2014 (12:39 IST)
P.R
દિલ્હીમાં ‘આમ આદમી પાર્ટી’એ સરકાર બનાવ્યા બાદ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને રાજ્યના મહેસૂલ પ્રધાન આનંદીબેન પટેલના પતિ મફતભાઈ પટેલ ‘આપ’માં જોડાવવાના હોવાની અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે મફતભાઈ પટેલે ‘આપ’માં જોડાવવાનો ઈનકાર કરી દીધો છે. તેમના જણાવ્યાનુસાર મફતભાઈની પરિવાર સાથે થયેલી વાતચીત અને તેમણે આવેલી સલાહોને ધ્યાનમાં રાખીને પટેલે ભાજપ છોડી ‘આપ’માં જોડાવવાનું માંડી વાળ્યું છે. દીકરીએ તેમને સમજાવ્યું હતું કે, ‘આપ’ સારી પાર્ટી છે અને માણસો પણ સારા છે, પરંતુ ભાજપ છોડીને જવું જોઈએ નહીં. મફતભાઈ પટેલના નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ‘આપ’ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દરેકને પોતે કઈ રાજકીય વિચારધારા અપનાવી તે નક્કી કરવાનો અધિકાર છે. હવે તો અમે પક્ષના પ્રાથમિક સભ્યપદને પણ ઓપન બનાવી દીધા છે. જો મફતભાઈ ઇચ્છે તો ઓનલાઈન ફોર્મ ભરીને પણ જમા કરાવી શકે છે. મફતભાઈ પટેલ તેમના પત્ની આનંદીબેનથી લગભગ ૨૦ વર્ષથી અલગ રહે છે. તેઓ ૧૯૯૦માં ભાજપના સભ્ય હતા અને મહત્ત્વની જવાબદારી સંભાળી હતી. ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોના હૈયે આમ આદમીનું હિત નહીં હોવાનું માનતા મફતલાલે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો