અમિત શાહ-મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કર્યુ : શંકરસિંહ

મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (23:52 IST)
ગાંધીનગર  વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી શંકરસિંહજી વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં ગઇકાલથી જ ભુકંપ સર્જાયો છે. આ રાજકીય ભુકંપ એ આનંદીબેન પટેલનું રાજકીય એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ એમની આંતરિક બાબત છે.

   એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ એવા બન્ને લોકો વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા મહિલા મુખ્યમંત્રીનું એન્કાઉન્ટર કરવામાં આવેલ છે. મહિલાની વાત કરતા હતા તો બહેનને રક્ષાબંધન સુધી કેમ રહેવા દીધા નહિ.  બહેનનું રાજીનામું પરાણે લેવાયું છે. અમિત શાહ અને નરેન્દ્રભાઇ મોદીએ આનંદીબેનનું એન્કાઉન્ટર કરી નાખ્યુ છે. ગાંધીનગર ખાતે આજે બપોરે શ્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરીષદ બોલાવી હતી. જેમાં રાજય સરકાર અને આડકતરી રીતે વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ઉપર પ્રહારો કરવાનું ચુકયા ન હતા. આકરા પ્રહારો કરતા શ્રી વાઘેલાએ જણાવ્યું હતું કે રાજયનું  કોઇ ગામ એવું નહિ હોય કે જયાં ભ્રષ્ટાચાર ન હોય વાયબ્રન્ટ અને વિકાસની વાહીયાત વાતો કરીને ગુજરાતને બે લાખ  કરોડ ઉપરનું દેવુ કરવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો