અંકલેશ્વરમાંથી એક બોમ્બ મળી આવ્યો

વેબ દુનિયા

ગુરુવાર, 31 જુલાઈ 2008 (13:11 IST)
સુરતમાં બોમ્બ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે સવારે સુરતથી આશરે 50 કિલોમીટર દુર આવેલા અંકલેશ્વરમાંથી વધુ એક બોમ્બ મળી આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસોમાં મળી આવેલ બોમ્બની સંખ્યા વધીને 26 પર પહોંચી ગઇ છે. તમામ બોમ્બ નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા છે.

આ વાતને સુરત પોલીસ કમિશ્નર અસ.બ્રારે સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, તમામ બોમ્બ નિષ્ક્રીય કરી દેવાયા છે.

અમદાવાદ અને બેગ્લોરમાં થયેલા શ્રેણી બધ્ધ બોમ્બ ધડાકા બાદ આંતકવાદીઓની નજર સુરત તરફ મંડાઇ છે. શહેરમાંથી વિસ્ફોટકોથી ભરેલી બે વેગનઆર કાર મળી આવ્યા બાદ શહેરના વરાછા, હિરાબજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી એક પછી એક 18 જેટલા જીવંત બોમ્બ મળી આવ્યા હતા.

આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં હાઇ એલર્ટ કરી દેવાયું છે. અમદાવાદ વિસ્ફોટ બાદ રાજસ્થાનમાંથી ચાર, કલકત્તામાંથી એક જીવતા બોમ્બ મળી આવ્યાનું બહાર આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો