નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારની ડ્રાઇવીંગ સીટ પર બેસાડવા કે નહી?

શુક્રવાર, 17 મે 2013 (18:26 IST)
P.R


લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષ બનાવવા સામે પાર્ટીમાં જ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરિષ્‍ઠ નેતા એલ.કે. અડવાણીએ આ પદ માટે નીતિન ગડકરીનું નામ આગ્રહભેર સુચવતા રાષ્‍ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ માટે સંકટ સર્જાયુ છે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મનાતા નરેન્‍દ્ર મોદીને ઈલેકશન કેમ્‍પીયન કમિટિના અધ્‍યક્ષ બનાવવા બાબતે ખેંચતાણ શરૂ થઈ છે. અડવાણીએ ગડકરીના નામના પાસા ફેંકી મોદી માટે મુશ્‍કેલી વધારી છે. રાજનાથસિંહ માટે સંકટ ઉભુ થયુ છે. કોની પસંદગી કરવી? તે તેમના માટે સવાલ છે. જો કે હાલ તેઓ નિર્ણય લેવાને બદલે મામલો વિલંબમાં નાખવા તરફ છે. ગડકરીને પ્રચાર સમિતિનું સુકાન સોંપવા પાછળ અડવાણીની દલીલ એવી છે કે, આમ કરવાથી પાર્ટીમાં વડાપ્રધાન પદ માટે સર્જાયેલ વિવાદ ઘટશે

વેબદુનિયા પર વાંચો