માસ્તરે વિઘાર્થીઓને ફટકાર્યા

મંગળવાર, 15 માર્ચ 2016 (16:19 IST)
અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલ સેવન્થ-ડે સ્કુલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. મણિનગરની  આ સ્કુલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થતા ફરી એકવાર  ક્ષણ જગત પર સવાલ ઉભા થયા છે.

 સુત્રોના જણાવ્યા અનુસાર, સેવન્થ-ડે સ્કુલમાં ધોરણ-૪માં અભ્યાસ કરતા કુલ ચાર વિદ્યાર્થીઓને સ્કુલના શિક્ષકે માર મારતા વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓએ ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. મળતી માહિતી મુજબ, મણિનગરમાં આવેલ સેવન્થ ડે સ્કુલના શિક્ષકે ધોરણ-૪માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. ધોરણ-૪માં અભ્યાસ કરતા ૧૦ વર્ષીય ચાર બાળકોને ફટકારતા તેમને માથા અને  હાથ-પગના ભાગે ઈજા પહોંચી હતી.

ચારેય વિદ્યાર્થીઓનો વાંક એટલો હતો કે તેઓ  મૌખિક પરીક્ષા દરમિયાન વાતો કરી રહ્યા હતા. શિક્ષકનો ગુસ્સો એટલો હતો કે વંશ નામના એક વિદ્યાર્થીના તો વાળ ખેંચીને તેના પાછળના ભાગે માર માર્યો હતો.વાળ ખેંચાવાને કારણે વંશના માથામાંથી લોહી નીકળવાનું ચાલું થયું હતું.

વાતો કરતાં વિદ્યાર્થીઓ પર ગુસ્સે ભરાયેલા શિક્ષક મોજેસે પ્રથમ,અનાસ અને ધ્રુવ નામના સ્ટુડન્ટ્સને પણ ફટકાર્યા હતા
 આ ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કુલ પ્રિન્સીપાલને આ અંગે ફરિયાદ કરી હતી તેમજ  ખોખરા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધ્યો છે. 

વેબદુનિયા પર વાંચો