રાજ ઠાકરે દાદાગીરી , ગુજરાતી ફિલ્મોને પ્રાઈમ ટાઈમમાં ના દેખાડો , થિયેટર અને મલ્ટી પ્લેક્સ માલિકોને ધમકી

સોમવાર, 5 ઑક્ટોબર 2015 (15:18 IST)
ગુજરાતીના બદલે મરાઠી ફિલ્મો  થોયેટરમાં દેખાડવાની મનસેની સૂચના
મુંબઈ 
વર્ષો પહેલા મુંબઈમાં વસતા ગુજરાતીઓને શિવસેનાના બાલાસાહેબ ઠાકરી ટાર્ગેટ બનાવ્યા હતા આ જ રણ નીતિ વાપરી છે બાલાઠાકરેના ભત્રીજા રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરી મહારાષ્ટ્રના થિયેટર અને મલ્ટીપ્લેક્સ માલિકોને ધમકી આપી છે કે તેઓ ગુજરાતી ફિલ્મો ના દેખાડે. 
 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કડક શબ્દોમાં કહ્યું  કે ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ફિલ્મોને પ્રાઈમ સ્લોટમાં ના દેખાડ ઓ પ્રાઈમ સ્લોટમાં મરાઠી ફિલ્મ દેખાડવાની સ્કલાહ મનસેએ આપી છે. ગત સપ્તાહે મુંબઈના ગુજરાતી નહુમતિ ધરાવાત બોરીવલીમાં  "ગુજ્જુભાઈ ધ ગ્રેટ " નામની ફિલ્મના સ્ક્રીનિંગ વિરૂદ્ધ રાહ ઠાકેરેને પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 
 
પાર્ટીની મહિલા પાંખના સચિવ સિદ્ધિદ્ધા મોરેએ કહ્યું કે તેઓ ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ફિમોની પ્રાઈમ ટાઈમમાં સ્ક્રીનિંગ સામે પ્રદર્શન કરશે આવા પ્રદર્શન માત્ર મુંબઈના કેટલાક વિસ્તારો કે મુંબઈ પૂરતો જ નહિ પરંતુ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં  પણ કરવામાં અ અવશે સાથે જ તેમણે ચિમકી ઉચ્ચારી કે જો થિયેટર અને મલ્ટીપ્લેક્સ માલિકો તેમની વાત નહિ માને તો તેઓ કઈક અલગ રીતે પ્રદર્શન કરશે. 
 
બીજી તરફ મલ્ટીપ્લ્ક્સના માલિકોની દલીલ છે કે જો તેઓ પ્રાઈમ ટાઈમમાં મરાઠી ફિલ્મો દેખાડી શકતા હોય તો ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ફિલ્મો દેખાડવામાં શું વીંધો છે ? 

વેબદુનિયા પર વાંચો