ગુના. પત્નીના ચારિત્રય પર શંકા જતાં પતિએ તેનુ નાક કાપી નાંખ્યુ હતુ. આ બનાવમાં ઈજા પામેલી પત્નીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કુંભરાજ કસ્બાના ટપરા મહોલ્લામાં રહેતા ગુડ્ડા ગુજરને પોતાની પત્નીના ચારિત્રય ઉપર શંકા હતી. તે બાબતે આજે બંને વચ્ચે ખટરાગ ઉદભવ્યો હતો. જોતજોતાંમાં બંને વચ્ચેનો વિવાદ વણસ્યો હતો અને ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીનુ નાક કાપી લીધુ હતુ. આ બનાવ અંગે પત્નીની ફરિયાદને આધારે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.