તો, અમિતાભ મુંબઈ છોડી દેશે-અમરસિંગ

શ્રુતિ અગ્રવાલ

બુધવાર, 13 ફેબ્રુઆરી 2008 (19:58 IST)
મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો સામે થઈ રહેલા હુમલા સામે વિરોધ નોંધાવનારા સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંગે વેબ દુનિયા સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ ઘટના પછી અમિતાભને ખુબ દુઃખ પહોંચ્યુ છે. જો રાજ ઠાકરે કરતાં તેમણે મહારાષ્ટ્ર માટે કંઈ ઓછુ કામ કર્યુ હોય તો, અમિતાભ બચ્ચન મહારાષ્ટ્ર રાજ્ય છોડી દેશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી.

અમિતાભ બચ્ચનને ઉત્તર પ્રદેશના બ્રાંડ એમ્બેસ્ડર બનાવવામાં આવ્યા હતા તે વાતથી કોઈ તકલીફ હોય તો બચ્ચન મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર હતા પરંતુ તેમને મહારાષ્ટ્ર સરકારે ક્યારેય પુછ્યુ જ ન હતુ. રાજ ઠાકરે બચ્ચનના વિરોધમાં નિવેદન કરી રહ્યા છે પરંતુ તેમણે અગાઉ અભિષેક બચ્ચનને એક ફિલ્મમાં સાઈન કરવા માટે તૈયારી બતાવી હતી. પુણેના એક જાહેર કાર્યક્રમમાં તેને સ્ટેજ પર બોલાવનારા પણ તે જ હતા. તો આ પ્રકારે બેવડુ વલણ તેઓ કેમ અપનાવી રહ્યા છે તે સમજાતુ નથી. અમિતાભ બચ્ચન અને રાજ ઠાકરેની પ્રતિભા વચ્ચે આભ-પાતાળ જેટલુ અંતર છે. અત્યાર સુધી એટલે જ બચ્ચને કોઈ જ નિવેદન આપ્યુ નથી તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

વેબદુનિયા પર વાંચો