ફાંસીથી બચવા માટે યાકૂબે સુપ્રીમ કોર્ટમાં કહી આ 5 વાતો

બુધવાર, 29 જુલાઈ 2015 (14:46 IST)
બોમ્બ ધમાકાના દોષી આતંકી યાકૂબ મેમનની ફાંસી ટાળવાને લઈને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સુનાવણી દરમિયાન યાકુબે ત્રણ સભ્યોની બેચ સામે પોતાના બચાવમાં અનેક વાતો કરી. યાકૂબે સુપ્રીમ કોર્ટ સામે પોતાની સજા માફ કરવા માટે દરેક શક્ય કોશિશ કરી. જાણો સુનાવણી દરમિયાન યાકુબે કંઈ મુખ્ય વાતો કહી.. 
 
1. જો ક્યૂરેટિવ અરજીની સુનાવણી પ્રકિયા સંપૂર્ણ રીતે અપનાવવામાં આવી તો આ અન્યાય કહેવાશે. 
2. મારી કાયદાકીય સુવિદ્યા વગર જ ફાંસીનો વોરંટ રજુ કરવામાં આવ્યો જે યોગ્ય નથી. 
3. મારી હેલ્થ અને જેલની અંદર મારા સારા આચરણને પણ ધ્યાનમાં રાખવુ જોઈએ. 
4. મંગળવારે જસ્ટિસ કુરિયન જોસેફના નિર્ણય પર પણ ચર્ચા થવી જોઈએ. 
5. રાષ્ટ્રપતિ સામે ફાંસી ટાળવાને લઈને નવેસરથી અરજી દાખલ કરી છે. તેના પર પણ વિચાર કરવો જોઈએ. 

વેબદુનિયા પર વાંચો