ડિયર વિવાદ પર સ્મૃતિનો જવાબ, ખુદને કહ્યુ 'આંટી નેશનલ'

ગુરુવાર, 16 જૂન 2016 (15:20 IST)
બિહારના શિક્ષા મંત્રી અશોક ચૌધરીની સાથે મંગળવારે ટ્વીટર પર થયેલ ડિયર વિવાદ પર કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના ફેસબુક પેજ પર આજે લાંબો જવાબ આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ પોતાના જવાબમાં અંતમાં સાદર, આંટી નેશનલ લખ્યુ છે. 
 
સ્મૃતિ ઈરાનીએ પોતાના ફેસબુક પર પોતાના ઉછેરને યાદ કરતા લખ્યુ છે કે જ્યારે હુ નાની હ અતી એ સમયે યુવતીઓને જવાબ ન આપવાનુ શીખવાડવામાં આવતુ હતુ. લોકોને તેનાથી ફરક નહોતો પડતો કે યુવકો યુવતીઓને કેટલા અપમાનિત કરતા હતા. તેમણે કહ્યુ જો કોઈ યુવતી જવાબ પણ આપતી હતી તો તેને અક્કડ માનવામાં આવતી હતી.  સવાલ એ છે કે યુવતીઓને જવાબ કેમ ન આપવો જોઈએ. છોકરીઓને ચુપ રહેવા માટે કેમ કહેવામાં આવતુ હતુ. 
 
સ્મૃતિનો ઈશારો ટ્વીટર પર બિહારના શિક્ષા મંત્રી સાથે થયેલ વિવાદ તરફ હતો. આ વિવાદમાં તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને અશોક ચૌધરીના ડિયર સંબોધન પર આપત્તિ બતાવ્યા પછી ઉપજેલ વિવાદનો જવાબ આપ્યો હતો. પોતાના ફેસબુક પોસ્ટમાં આજે તેમણે એ માનસિકતાનો ઉલ્લેખ કર્યો છે જેમા મહિલાઓની મેહનત પછી પણ લોકો તેમના પર આરોપ લગાવે છે. 
 
આ સાથે જ સ્મૃતિએ પોતાના સ્ટ્રગલ અને મહેનતથી મેળવેલ ઉપલબ્ધિયોનો ઉલ્લેખ કરતા શિક્ષા મંત્રીના અન્ય આરોપોનો જવાબ પણ આપ્યો. સ્મૃતિએ પોતાની પોસ્ટમાં એ પણ કહ્યુ મને આંટી નેશનલ કહો ફરક નથી પડતો. હુ આલોચનાનો સામનો કરવામાં વિશ્વાસ કરુ છુ. તેનાથી ભાગતી નથી. 
 
ઉલ્લેખનીય છે કે બિહારના શિક્ષા મંત્રી અશોક ચૌધરીએ નવી શિક્ષા નીતિને લઈને સ્મૃતિને ટ્વીટર પર ડિયર કહીને સવાલ કર્યો હતો.  જેના પર સ્મૃતિએ વાંધો ઉઠાવ્યો હતો. અશોક ચૌધરીએ પોતાના ટ્વીટમાં કહ્યુ હતુ, ડિયર સ્મૃતિ ઈરાનીજી ક્યારેક રાજનીતિ અને ભાષણમાંથી સમય મળે તો શિક્ષા નીતિ તરફ પણ ધ્યાન આપો. અમને નવી એજ્યુકેશન પોલીસી ક્યારે મળશે ? તમારા કેલેંડરમાં 2015 ક્યારે પુરો થશે. ત્યારબાદ સ્મૃતિએ આના પર પોતાની પોસ્ટમાં જવાબ આપ્યો અને કહ્યુ, મહિલાઓને ક્યારથી ડિયર કહીને બોલાવવાનું શરૂ કર્યુ છે અશોકજી... 

વેબદુનિયા પર વાંચો