કોણ છે દેવેન્દ્ર ફડણવીસ ? જાણો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિશે...

મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (11:38 IST)
. મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રીના રૂપમાં સૌથી આગળ ચાલી રહેલ દેવેન્દ્ર ફડણવીસ માત્ર 27 વર્ષની વયે નાગમુરના મેયર બની ગયા હતા.  44 વર્ષની વયે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રીઓમાં તેમનો સમાવેશ થયો છે. . ફડણવીસે નાગપુર વિશ્વવિદ્યાલયથી કાયદામાં સ્નાતક(વકીલ)  કર્યુ છે. અને ત્યારબાદ તેમણે બિઝનેસ મેનેજમેંટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. તેમણે બર્લિનથી પ્રોજેક્ટ મેનેજમેંટમાં ડિપ્લોમાં પણ મેળવ્યો છે. 
 
મુદુ ભાષી ફડણવીસ માત્ર 19 વર્ષની વયમાં જ 1989માં સક્રિય રાજનીતિમા જોડાય ગયા. તેઓ આ હાલ ભાજપાની યુવા શાખા ભાજયુમોના વોર્ડ અધ્યક્ષ બની ગયા. ત્યારબાદ 1992માં ભાજયુમોની નાગપુર એકમના અધ્યક્ષ બની ગયા. પછી તેઓ ભાજયુમોની પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ અને પછી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા. 2010માં તેઓ પાર્ટીના પ્રદેશ મહાસચિવ બન્યા અને ગયા વર્ષે ઉપાધ્યક્ષ ચૂંટાયા.  ફડણવીસને રાજનીતિક વાતાવરણ વારસામાં મળ્યુ છે. તેમનો પરિવારનો સંઘ અને ભાજપા સાથે જુનો સંબંધ છે.  તેમના પિતા ગંગાધર ફડણવીસ નાગપુર ક્ષેત્રથી જનસંઘ, ભાજપાના એમએલસી પણ ચૂંટાતા રહ્યા છે. 
 
પણ આ પારિવારિક વારસા છતા તેમણે બિલકુલ નીચલા સ્તરના કાર્યકર્તાના રૂપમાં કાર્ય કરતા પોતાનુ રાજનીતિક કૌશલ નિખાર્યુ. તેમની પાસે સારી રાજનીતિક સમજ હોવાનુ જ પરિણામ છે કે આ વખતે ભાજપા મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યાર સુધી સૌથી વધુ સીટો જીતી શક્યા. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ઉપરાંત રાજ્યના જે પ્રમુખ નેતાઓનુ આ જીતમાં યોગદાન રહ્યુ છે તેમા ફડણવીસ સૌથી આગળ છે. 
 
ફડણવીસને કોમનવેલ્થ પાર્લિયામેંટરી એસોસિએશનથી બેસ્ટ પાર્લિયામેટેરિયલનો એવોર્ડ પણ મળ્યો છે. જેવુ કે દિવાળી પર વરિષ્ઠ ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યુ કે મુખ્યમંત્રી પદ માટે તેમની ફડણવીસ સાથે કોઈ રેસ નથી. તેનાથી રાજનીતિક ગલીઓમા આ સંકેત છે કે ફડણવીસનું મુખ્યમંત્રી બનવુ લગભગ નક્કી છે. તેમણે કહ્યુ કે ફડણવીસ તેમના રાજનીતિક સહયોગી  છે અને તેઓ જ તેમને રાજનીતિમાં લાવ્યા છે. આ વાત 100 ટકા સાચી છે.  ફડણવીસે રાજનીતિ ગડકરીની છત્રછાયામાં સીખી છે અને તેમની રાજનીતિ પર ગડકરીની છાપ પણ દેખાય છે.  ફડણવીસ પ્રતિદ્વંદીયોના તીખા કટાક્ષ પર પણ સંતુલન બનાવે છે અને સહજતાથી જવાબ આપે છે. તેમની પત્ની એક ખાનગી બેંકમાં નોકરી કરે છે.  

વેબદુનિયા પર વાંચો