દિલ્હીના ઝુ માં વાઘે યુવક પર કર્યો જીવલેણ હુમલો (જુઓ વીડિયો)

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (16:11 IST)
દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં બનેલી એક હ્રદયવિદારક ઘટનામાં સફેદ વાઘે એક શાળાના વિદ્યાર્થી પર હુમલો કરી તેને મારી  નાખ્યો. ચિડિયાઘરના અધિકારીઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા રજુ કરી નથી. હાલ પ્રાણીસંગ્રહાલયને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યુ છે.  
 
મીડિયામાં આવેલ રિપોર્ટ મુજબ પ્રત્યક્ષદર્શિયોએ વાઘને વિદ્યાર્થી પર હુમલો કરતા અને તેને ઢસડીને લઈ જતા જોયો. ઘટના લગભગ બપોરે 1 વાગીને 30 મિનિટ પર બની. 
 
એક પ્રત્યક્ષદર્શી મુજબ વાઘના પિંજરા પાસે લાગેલ બૈરિકૈડની ઊંચાઈ ખૂબ ઓછી છે. વાઘને જોવા માટે આતુર 12મા ધોરણનો વિદ્યાર્થી મકસૂદ બૈરિકેડ પરથી લપસીને પિંજરામાં પડી ગયો.  વાઘે તરત જ મકસૂદની ગરદન પર હુમલો કર્યો અને તેને ઢસડીને વાડા તરફ લઈ જવા લાગ્યો. 
 
પ્રત્યક્ષદર્શી મુજબ ત્યા ઉભેલા લોકોએ પત્થર મારીને મકસૂદને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ વાઘ તેને અંદરની તરફ લઈ ગયો. કેટલાક પ્રત્યક્ષદર્શીયોએ મોબાઈલ ફોનની મદદથી ઘટનાનો વિડિયો પણ રેકોર્ડ કર્યો છે. જેમા વાઘ વિદ્યાર્થીને પોતાના વાડામાં ઢસડીને લઈ જતો દેખાય રહો છે. 
 


 
(વીડિયો સૌજન્ય - એબીપી ન્યુઝ ચેનલ) 

વેબદુનિયા પર વાંચો