#webviral અસ્થમા મટાડવા લોકોએ ગળી કાચી માછલી (વીડિયો)

મંગળવાર, 28 જૂન 2016 (10:58 IST)
હૈદરાબાદમાં અસ્થમા ઠીક કરવા માટે એક વિચિત્ર વિધિ અપનાવવામાં આવે છે. જૂનના મહિનામાં દર વર્ષે અસ્થમાની દવાઓ વહેંચવામાં આવે છે. હજારો લોકો અહી આવીને કાચી માછલી બળજબરીપૂર્વક ગળી જાય છે. તેને પ્રસાદમ કહેવામાં આવે છે.  જેમા માછલીમાં હર્બલ પોસ્ટ ભરીને દર્દીઓને આપવામાં આવે છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
આ અવસર પર ગીર્દી એટલી હોય છે કે મહિલાઓ અને પુરૂષોની બે જુદી જુદી લાઈન બનાવવામાં આવે છે. આ ઉપરાંત એક લાઈન અપંગોની હોય છે. દવાઓ વહેંચવી સવારે 8 વાગ્યે શરૂ થાય છે. જુઓ દર્દીઓ દ્વારા દવા લેતા સમયનો વીડિયો. 
 

વેબદુનિયા પર વાંચો