બબાલ પછી વારાણસીમાં આજે શાંતિ કાયમ, શાળા-કોલેજ બંધ, ચાર સ્થાનો પર કરફ્યુમાં ઢીલ, 29ની ધરપકડ

મંગળવાર, 6 ઑક્ટોબર 2015 (10:26 IST)
અન્યાય પ્રતિકાર યાત્રા દરમિયાન થયેલ હિંસક ઝડપ પછી વારાણસીમાં મંગળવારે શાંતિ કાયમ છે. સરકારે શાળા-કોલેજ બંધ મુકવાનો નિર્દેશ આપ્યો છે. જે ચાર મથકોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ત્યા કરફ્યુ હટાવીને ફોર્સ ગોઠવાયો છે.   ઉલ્લેખનીય છે કે સોમવારે વારાણસીમાં સાધુ-સંતોની પ્રતિકાર યાત્રા દરમિયાન ખૂબ બબાલ થઈ હતી. હિંસા અને આગજનીમાં આઠ પોલીસવાળા સહિત 12 લોકો ઘાયલ થયા હતા. 
 
પોલીસે પત્થરમારો કરવા, પોલીસ બુથ દુકાનો અને વાહનોને આગ ચાંપવાના મામલે 29 લોકોની ધરપકડ કરી છે.  સ્થિતિ તનાવપૂર્ણ બન્યા બાદ સોમવારે રાત્રે સૈન્યબળ ગોઠવવામાં આવ્યુ છે. પોલીસ સૂત્રો મુજબ સંત અને અન્ય સ્થાનીક લોકો દ્વારા કાઢવામાં આવેલ સરઘસ દરમિયાન હિંસાની સ્થિતિ એ સમયે ઉભી થઈ ગઈ જ્યારે ટોળામાંથી કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પત્થરમારો કરવો શરૂ કર્યો. ત્યારબાદ વારાણસીના ગોદૌલિયા, ગિરજાઘર, ચૌક દશાસ્વમેઘઘાટ માર્ગ, મદનપુર અને બાંસ ફાટક જેવા વિસ્તારોમાં ખૂબ બબાલ થઈ. 
 
 
ઉલ્લેખનીય છે કે  કાશીમાં સાધુ સંતો પર 22 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનને લઈને થયેલા ડખાને મામલે પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં આજે 'કાશી બંધ'નું એલાન આપીને 'અન્યાય પ્રતિકાર યાત્રા' કાઢવામાં આવી હતી. તે મૈદાગિન ટાઉનહોલથી લઈને દશાશ્વમેધ ઘાટ સુધી જવાની હતી. પરંતુ યાત્રાને વચ્ચે રોકવાનો પ્રયાસ કરાતા ગદૌલિયા ચાર રસ્તા પર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતુ.      લોકો બેકાબુ બની જતા મામલો ગરમાયો હતો અને તોફાનો ફાટી નિકળ્યા હતા. લોકોએ એકઠાં મળીને  4 પોલીસ જીપો, 20 મોટરસાયકલ અને પોલીસ બુથને સળગાવી દેતા પરસ્થિતિ તંગ બની ગઈ હતી. દરમિયાન સ્થિતિને કાબુમાં લેવા માટે વારાણસીમાં 4 સ્થાનો જેવાંકે વશાશ્વમેઘ, ચૌક, કોતવાલી, લક્સામાં કલમો લાગુ પાડી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો