VIRAL TRUTH - અને આ રીતે એક રિક્ષાવાળાનો પુત્ર બની ગયો IAS

મંગળવાર, 19 એપ્રિલ 2016 (12:30 IST)
વાયરલ હકીકતમાં આજે વાત એ ફોટોની છે જેમા એક વૃદ્ધ વ્યક્તિ રિક્ષા ચલાવી રહ્યો છે અને રિક્ષામાં બેસેલ યુવક હસી રહ્યો છે. દાવો છે કે તસ્વીરમાં હસી રહેલ યુવક IAS અધિકારી છે અને તે કોઈ બીજાના નહી પણ પોતાના પિતાના રિક્ષામાં બેસ્યો છે. એક રિક્ષાવાળાના IAS પુત્રનુ વાયરલ સત્ય શુ છે ? 
 
સોશિયલ મીડિયા પર આ ફોટો વારેઘડીએ વાયરલ થઈ રહી છે. કારણ ફોટો દ્વારા દાવો જ કંઈક એવો છે કે દરેક માટે આ એક મિસાલ બની જાય છે.  સ્ટોરી એ છે કે રિક્ષામાં બેસેલ યુવક ગોવિંદ જયસવાલ એક આઈએએસ અધિકરી છે અને રિક્ષા ચલાવનાર વ્યક્તિ આઈએએસ ઓફિસરના પિતા. 
 
આ તસ્વીરની હકીકત જાણવા માટે અમે જ્યારે વારાણસી પહોંચ્યા તો એક અકલ્પનીય હકીકત સામે આવી. વારાણસીની સાંકડી ગલીયોમાં ગોવિંદ જયસવાલ અને તેમના પરિવારના સંઘર્ષની એ સ્ટોરી જે તમને હચમચાવી નાખશે.  ગોવિંદના પિતા નારાયણ જયસવાલ હાથ રિક્ષા ચલાવે છે. વારણસીના જૈતપુરા પોલીસ મથક ક્ષેત્રના ઉસ્માનપુરમાં ભાડાના મકાનમાં ગોવિંદ પોતાના પિતા અને બે બહેનો સાથે રહેતો હતો.  રિક્ષા ચલાવીને ત્રણ બાળકોનો ખર્ચો ઉઠાવવો નારાયણ માટે ખૂબ જ મુશ્કેલ હતુ. ગોવિંદનું સરકારી શાળામાં એડમિશન કરવામાં આવ્યુ હતુ. જેની ફી 3 રૂપિયા 20 પૈસા હતી.  
 
ગોવિંદે છઠ્ઠા ધોરણથી નક્કી કરી લીધુ હતુ કે તેને આઈએએસ ઓફિસર બનવુ છે. સાંભળીને આશ્ચર્ય થાય છે કે આટલી ઓછી વયમાં એક બાળક આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે છે. પણ આ નિર્ણય પાછળની સ્ટોરી સાંભળીને તમે પણ નવાઈ પામશો. 
 
ગોવિંદ જયસવાલ બતાવે છે કે પડોશીના ઘરમાં રમવાની એ માટે ના પાડી દીધી હતી કે મારુ બૈકગ્રાઉંડ સારુ નથી.  ગોવિંદે ક્યારેય પુસ્તકો ખરીદ્યા નહોતા પોતાના સીનિયર પાસેથી માંગીને અભ્યાસ કર્યો. ગોવિંદ ટૉપર હતો તેથી પુસ્તક આપનારો પણ ક્યારેય ના નહોતો પાડતો.  જ્યારે ગોવિંદને દિલ્હી જવાનુ હતુ તો ત્યા ફી ભરવા માટે પૈસા ન નહોતા. પિતા પાસે એક જમીન હતી તેને વેચી દીધી અને ગોવિંદને દિલ્હી મોકલી આપ્યો.
 
પોતાનો ખર્ચ ઉઠાવવા ગોવિંદે  આઠમા ધોરણથી જ બાળકોને ટ્યુશન ભણાવવુ શરૂ કરી દીધુ હતુ. ચંપલની દુકાન પર પણ કામ કર્યુ અને દિલ્હી આવ્યા પછી પણ ટ્યુશન લેતા રહ્યા. બહેન સિલાઈ કરીને પૈસા એકત્ર કરતી અને ભાઈના અભ્યાસ માટે મોકલતી હતી.  
 
જીવનમાં આગળ વધવા માટે જેટલો સંઘર્ષ ગોવિંદે કર્યો એટલો જ ત્યાગ તેના પરિવારે પણ કર્યો.  આવી જ સ્ટોરી એ સમયની છે જ્યારે ગોવિંદનુ સિલેક્શન થઈ ગયુ હતુ પણ ઈંટરવ્યુમાં પહેરવા માટે કપડા નહોતા. કારણ કે છેલ્લા અનેક વર્ષોથી કપડા સિવડાવ્યા જ નહોતા. ગોવિંદે બહેન મમતાને ફોન કર્યો. 
 
ગોવિંદ જયસવાલ કહે છે કે બહેને પ્રેગનેંસી માટે મુકેલા પૈસા કાઢીને આપી દીધા. રોજ એક નવી મુશ્કેલી સામે આવતી પણ ગોવિંદ અને તેનો પરિવાર દરેક મુશ્કેલીને પાર કરતા ગયા.  પિતા નારાયણ ફક્ત એટલુ જ જાણતા હતા કે પુત્ર આઈએએસ બનવા દિલ્હી ગયો છે અને એક દિવસ આઈએએસ બનીને જ પરત આવશે. ગોવિંદના સંઘર્ષની આ સ્ટોરી કોઈ ફિલ્મથી કમ નથી. જે કૉંસ્ટેબલ બે દિવસ પહેલા ગોવિંદના પિતાને દંડો મારીને ભગાવતા હતા તે ગોવિંદના વૃદ્ધ પિતા સામે હાથ જોડીને ઉભા હતા. કારણ કે તેઓ જીંદતી સાથે તેમના સંઘર્ષ અને હિમંત  આગળ નતમસ્તક હતા. 
 
ગોવિંદ જયસવાલ વર્ષ 2007માં આઈએએસ બન્યા હતા અને આ તસ્વીર એક મેગેઝીન માટે ખેંચવામાં આવી હતી.  ગોવિંદ માત્ર વારાણસીના લોકો માટે જ નહી પણ જેમણે પણ તેની સ્ટોરી સાંભળી સૌ માટે પ્રેરણા બની ગયા. ગોવિંદની પત્ની પણ આઈપીએસ ઓફિસર છે અને બંનેની પોસ્ટિંગ ગોવામાં છે.  
 
છઠ્ઠા ધોરણમાં આઈએએસ બનવાનુ સપનુ ગોવિંદે પુર્ણ કર્યુ અને પછી આખા પરિવારની જીંદગી જ બદલાઈ ગઈ..

વેબદુનિયા પર વાંચો