પોતાના બાળકોને બચાવવા માદા સસલું સાપ સાથે લડ્યુ (જુઓ વીડિયો)

ગુરુવાર, 2 જુલાઈ 2015 (12:02 IST)
કહેવાય છે કે જો ભગવાનનુ કોઈ રૂપ છે તો તે માં છે. બાળકોની રક્ષા માટે મા કોઈપણ મુસીબત સામે લડી શકે છે. જીવન આપ્યા પછી તેની સુરક્ષાની જવાબદારી પણ મા ઉઠાવે છે. આવો જ વીડિયો હાલ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જેમા એક માદા સસલું પોતાના બાળકોની રક્ષા માટે સાંપ સામે લડે છે. 
બાલકો પાસે જ્યારે માદા સસલું પરત ફર્યુ તો તેણે જોયુ કે સાંપ તેના બાળકોની પાસે છે તો તેને સાંપને ખદેડવાનું શરૂ કરી દીધુ છે. તમે નોળિયાને સાંપને પછાડતા જોયો હશે પણ આ વીડિયોમાં એક માદા સસલાએ સાંપને તેની નાનીની યાદ અપાવી દીધી. પછી શુ થયુ જુઓ વીડિયો. 

 

વેબદુનિયા પર વાંચો