યૂપીના ભદોહીમાં ટ્રેને સ્કુલ બસને મારી ટક્કર, 7 બાળકોના મોત

સોમવાર, 25 જુલાઈ 2016 (11:50 IST)
ભદોહીના માધોસિંહ સ્ટેશન પાસે સોમવારની સવારે શાળાની વેન પેસેંજર ટ્રેન સાથે અથડાતા 7 બાળકોના મોત થઈ ગયા અને લગભગ 10 બાળકો ઘાયલ થઈ ગયા. ઘટના માનવરહિત રેલવે ક્રોસિંગ પર થઈ. ક્રોધિત ગ્રામીણોએ વેનમાં આગ લગાડી અને વારાણસી-ઈલાહાબાદ રેલ રૂટને ઠપ્પ કરી દીધો છે. 
 
સવારે લગભગ પોણા આઠ વાગ્યે ટેંડર હર્ટ સ્કૂલ ઘોસિયાની વેન ઔરાઈ અને આસપાસના બાળકોને લઈને શાળા તરફ પરત ફરી રહી હતી. માધોસિંહ-કટકા સ્ટેશનના તૈયરમોડ માનવરહિત રેલવે ક્રોસિંગને પાર કરતી વખતે મડુવાડીહ-ઈલાહાબાદ પેસેંજર સાથે વેન અથડાઈ ગયી. ટક્કર વાગતા જ વેનના પરખાં ઉડી ગયા.   જોરદાર અવાજ સાંભળીને ગ્રામવાસીઓ દોડી આવ્યા અને રાહત કાર્ય શરૂ કર્યુ. 
 
આ પહેલા કે બધા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા છ બાળકોના મોત થઈ ચુક્યા હતા. ઘાયલ કેટલાક બાળકોને વિસ્તારના ખાનગી હોસ્પિટલમાં અને કેટલાકને વારાણસી મોકલવામાં આવ્યા છે. વેન ચાલક ગંભીર રૂપે ઘવાયો છે. બધા બાળકો દસ વર્ષથી ઓછી વયના છે.  ક્રોધિત ગ્રામીણોએ વેનને આગના હવાલે કરી નાખી અને અનેક સ્થાન પર સ્લીપર મુકીને ટ્રેનોની અવરજવર ઠપ્પ કરી દીધી.  ઘટના સ્થળ પર પહોંચેલ ડીએમ-એસપી અને અન્ય અધિકારી ગ્રામીણોને સમજાવવામાં લાગ્યા છે. 
 
મૃત બાળકો 
 
અભિષેક 8 
નૈતિક 6 
શુભ 7 
શ્વેતા મિશ્રા 10 
અર્પિત કુમાર 7 
અરવિંદ મિશ્રા 8 
પ્રદુમ્મન  13 

વેબદુનિયા પર વાંચો