સ્મૃતિના મહિષાસુર નિવેદન પર છેડાયો સંગ્રામ, કોંગ્રેસે કહ્યુ-સંસદ ચાલવા નહી દે

શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (11:36 IST)
રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયૂમાં દેશવિરોધી નારાને લઈને આજે પણ સંસદમાં હંગામાનો આસાર છે.  સંસદ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીના ભાષણે વિપક્ષને બૈકફુટ પર લાવી દીધો. પણ હવે વિપક્ષ ભરપૂર જવાબ આપવાની તૈયારીમાં છે. કોંગ્રેસે સ્મૃતિના મહિષાસુર પર આપેલ નિવેદનને જ મુદ્દો બનાવી લીધો છે.  
 
સ્મૃતિના મહિષાસુર પર આપેલ નિવેદનને લઈને વિપક્ષે રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો. પોતાના ભાષણ દરમિયાન સ્મૃતિ ઈરાનીએ જેએનયૂમાં દેવી દુર્ગાના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો. આજે પણ સ્મૃતિ ઈરાનીના આ નિવેદનને લઈને આજે સંસદમાં હંગામો થવાની શક્યતા છે.  કોંગ્રેસે દેવી દુર્ગા વિશે આ રીતે ચિત્રણ કરવા પર સ્મૃતિ ઈરાની પાસે માફીની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યુ કે માફી ન માંગવા પર સદન ઠપ કરી દેશે. 
 
ઉલ્લેખનીય છે ગુરૂવારે જેએનયૂ મુદ્દા પર વિપક્ષના હંગામા વચ્ચે રાજ્ય સભામાં સ્મૃતિ ઈરાની ગરમાગરમ ચર્ચા દરમિયાન જેએનયૂમાં મહિષાસુર અને દેવી દુર્ગાને અભદ્ર રૂપમાં રજુ કરવાનો મુદ્દો ઉઠાવ્યો.  તેના પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ વિપત્તિ બતાવી. ત્યારબાદ બંને વચ્ચે ચર્ચા થઈ. 
 
 ઉલ્લેખનીય છેકે બુધવારે સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં પણ આ મુદ્દો પોતાના જવાબમાં સામેલ કર્યો હતો. ત્યારે વિપક્ષમાં કોઈને તેનો વિરોધ નહી કર્યો અને તેને સત્તા પક્ષ તરફથી વામદળો પર મોટા પ્રહારના રૂપમાં બતાવવામાં આવ્યા. આજે સ્મૃતિ રાજ્યસભામાં પણ લગભગ એ જ નિવેદન આપી રહી હતી કે સદનની અંદર કોંગ્રેસે આપત્તિ બતાવી અને કહ્યુ કે દેવી દેવતાઓ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ. સદનની કાર્યવાહીમાં બધુ રેકોર્ડમાં રહે છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ઉપાસભાપતિને કહ્યુ કે જો આજે મંત્રીને આ પ્રકારના ભાષણની અનુમતિ આપવામાં આવે છે તો તેનાથી ખોટી પરંપરા શરૂ થઈ જશે અને આ પ્રકારના શબ્દોનુ ચલણ શરૂ થઈ જશે. કોંગ્રેસે કહ્યુ છે કે તે શુક્રવારે પાર્લામેંટમાં સ્મૃતિ ઈરાની પાસે આ અંગે માફીની માંગ કરશે અને જો માફી નહી માંગે તો સદન નહી ચાલવા દે. 

વેબદુનિયા પર વાંચો