કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ કરી 27 નવા સ્માર્ટ સિટીની જાહેરાત, ગુજરાતનુ એક, સૌથી વધુ મહારાષ્ટ્રમાં

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (17:31 IST)
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડૂએ આજે મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી મિશન હેઠળ 27 સ્માર્ટ સિટીની જાહેરાત કરી. તેમણે કહ્યુ, સ્માર્ટ સિટીના સ્થાન ભરવા માટે  કુલ 63 નામ આવ્યા હતા જેમાથી 27ની પસંદગી થઈ. આ 27 શહેર 12 રાજ્યોમાંથી પસંદ કરવામાં આવ્યા. 
 
આ છે નવા સ્માર્ટ સિટી - આગરા, અજમેર, અમૃતસર, ઔરંગાબાદ, હુબલી-ધરવાડ, જલંધર, કલ્યાણ-ડોબિવલી, કાનપુર, કોહિમા, કોટા, મદુરૈ, મંગલુરૂ, નાગપુર, નામચી, નાસિક, રાઉરકેલા, સલેમ, શિવાગોમા, ઠાણે, થંજાવુર, તિરુપતિ, તુમાકુરુ, ઉજ્જૈન, વડોદરા, વારાણસી, વૈલ્લોર. મહારાષ્ટ્રમાંથી 5, તમિલનાડુ અને કર્ણાટકથી 4-4, યૂપીમાંથી 3, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી 2-2, આંધ્રપ્રદેશ, ગુજરાત અને સિક્કમમાંથી 1-1 શહેરને સામેલ કરવામાં આવ્યુ. 
 
આ પહેલા સરકારે 33 સ્માર્ટ શહેરોની જાહેરાત કરી હતી. જે સ્માર્ટ સિટીના રૂપમાં વિકસિત કરવામાં આવશે.  જેમા પાણી વીજળીની સુનિશ્ચિત આપૂર્તિ, સફાઈ અને ઠોસ અપશિષ્ટ પ્રબંધન પ્રણાલી, પ્રભાવી અવરજવર અને સાર્વજનિક પરિવહન, આઈટી કનેક્ટિવિટી અને ઈ-શાસન સહિત અન્ય સુવિદ્યાઓ રહેશે. મોદી સરકારનુ વર્ષ 2019-20 સુધી લગભગ 100 શહેરોનો કાયાકલ્પ કરવાનુ લક્ષ્ય છે. કેન્દ્ર સરકાર પાંચ વર્ષમાં આ માટે 48 હજાર કરોડ રૂપિયાની નાણાકીય મદદ પ્રદાન કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો