જમ્મુ કાશ્મીર - પાકિસ્તાને ફરી ફાયરિંગ કર્યુ, 3 નાગરિકોનુ મોત, 22 ઘાયલ

શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (11:31 IST)
પાકિસ્તાને એકવાર ફરી સીમા પર સીજફાયરનું ઉલ્લંઘન કરતા ભારે ગોળીબાર કર્યો છે. મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના આરએસપુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયુ. જેમા એક મહિલા સહિત ત્રણ લોકોનું મોત થઈ ગયુ  અને 22 અન્ય ઘાયલ થઈ ગયા. 
 
વિસ્તારમાં થોડી થોડીવારે ફાયરિંગ ચાલુ છે. બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી લાંબા અંતર સુધી માર કરનારુ મોર્ટાર અને નાના હથિયારો દ્વારા ભારતીય સીમામાં ગોળીબાર કરવામાં આવ્યો. 
 
પાક રેંજર્સે બીએસએફની પોસ્ટોને પણ નિશાન બનાવ્યા. ભારત તરફથી પણ પાકિસ્તાની ફાયરિંગનો જવાબ આપવામાં આવી રહ્યો છે. 
 
મંગળવારે નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં એક સૈનિક ઓફિસર શહીદ થઈ ગયા હતા. એવુ કહેવાય છે કે આ જૂનિયર કમિશન અધિકારીના બંકરથી બહાર આવવા દરમિયાન એલઓસી પર ગોઠવાયેલ એક પાકિસ્તાની સૈનિકે ગોળી ચલાવી દીધી. 
 
સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટના દિવસે સીમા પારથી થયેલ ભારે ગોળીબારમાં એક સગીર સહિત પાંચ નાગરિકોના મોત થઈ ગયા હતા. ઓગસ્ટમાં પાકિસ્તાને 51 વાર અને આખા વર્ષ દરમિયાન 245થી વધુ વાર સીજફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.  

વેબદુનિયા પર વાંચો