યમુના એક્સપ્રેસ વે પર વાયુ સેનાના લડાકૂ વિમાન મિરાજનું લેંડિંગ !!

ગુરુવાર, 21 મે 2015 (10:11 IST)
યમુના એક્સપ્રેસ વે પર મથુરાની પાસે ગુરૂવારે સવારે એયરફોર્સના એક લડાકૂ વિમાનનુ ટ્રાયલ રન કરાવવામાં આવ્યુ. સવારે 6.45 વાગ્યે યમુના એક્સપ્રેસ વે પર વિમાન મિરાજ 2000ને બે વાર ટચડાઉન કરવામાં આવ્યુ.  મતલબ સેનાનુ આ વિમાન રસ્તાને અડીને ફરીથી ઉડી ગયુ. દેશમાં આવો પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો છે અને આ દરમિયાન એક્સપ્રેસવે ને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો.  
 
આ એક્સરસાઈઝ દરમિયાન મોટી સંખ્યામાં એયરફોર્સના ઓફિસર પણ હાજર હતા. મિરાજ-2000ના ટચડાઉન પહેલા વાયુસેનાના એક હેલિકોપ્ટરે અનેક ચક્કર પણ લગાવ્યા. ઉલ્લેખનીય છે કે યૂપી સરકાર તરફથી યમુના એક્સપ્રેસ વે ની જેમ જ તાજ એક્સપ્રેસનુ નિર્માણ પણ કરવામાં આવી રહ્યુ છે જે લખનૌથી આગ્રાને જોડશે. 
 
વિમાનની લૈંડિંગ એ તપાસવામાં માટે કરવામાં આવ્યુ કે આપાત સ્થિતિમાં એક્સપ્રેસ વે પર વિમાન ઉતરી શકે છે કે નહી. હવે ઉત્તર પ્રદેશમાં 13 હજાર કરોડના રોકાણથી બની રહેલ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર પર આપાત સ્થિતિમાં લડાકૂ વિમાન પણ ઉતરી શકશે. આ દેશની પ્રથમ એક્સપ્રેસ-વે રહેશે.  જેનો એયર સ્ટ્રિપની જેમ ઉપયોગ કરી શકાશે. 

વેબદુનિયા પર વાંચો