પેટાચૂંટણી - ગુજરાત સહિત દેશમાં 3 લોકસભા અન એ 33 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ

શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (10:05 IST)
આજે દેશમાં 3 લોકસભા બેઠક અને 33 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે.  જેમા ગુજરાતમાં એક લોકસભા બેઠક અને 9 વિધાનસભા બેઠક પર મતદાન ચાલી રહ્યુ છે. તે સાથે ઉત્તર પ્રદેશમાં આજે 11 વિધાનસભા બેઠક અને એક લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યુ છે.  
 
ગુજરાતમાં વડોદરા લોકસભા બેઠક અને માતર આણંદ, મણિનગર,ટંકારા, લીમખેડા,ડીસા,માંગરોળ,ખંભાળિયા અને તળાજા માટે મતદાન ચાલી રહ્યુ છે.  
 
આજે કુલ 62 ઉમેદવારોના ભાવીનો ફેસલો ઈવીએમ મશીનમાં સીલ થશે. આજે યોજાય રહેલી પેટાચૂંટણી માટે કુલ 3766 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. 
 
આજે ઉત્તરપ્રદેશની 11 વિધાનસભા બેઠકો અને મૈનપુરી લોકસભા બેઠક પર દરેકની નજર છે. કારણ કે ભાજપ માટે ત્યા વર્ચસ્વની લડાઈ છે. જ્યારે સમાજવાદી પાર્ટી માટે ઈજ્જતનો સવાલ છે. મૈનપુર સીટ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે ખાલી કરી છે. 
 
જ્યારે ગુજરાતમાં વડોદરા લોકસભા બેઠક પીએમ નરેન્દ્ર મોદીએ ખાલી કરી છે અને આ વખતે વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. 
 
નોંધનીય છે કે આજે ગુજરાતમાં જે બેઠકો પર પેટાચૂંટણી યોજાય રહી છે તે તમામ બેઠકો અગાઉ ભાજપ હસ્તક હતી અને હવે આજે મતદાન થઈ રહ્યુ છે ત્યારે ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડશે કે કોંગ્રેસ ભાજપ પાસેથી કેટલી બેઠકો આંચકી લેવામાં સફળ રહ્યુ છે.   

વેબદુનિયા પર વાંચો