જમ્મુમાં ધાર્મિક સ્થળ પર એક યુવક દ્વારા છેડછાડ કરવાથી ભડકી ભીડ, પોલીસનો લાઠીચાર્જ, ઈંટરનેટ બંધ

બુધવાર, 15 જૂન 2016 (10:38 IST)
જમ્મુના રૂપનગર અને જાનીપુર વિસ્તારમાં મંગળવારે સાંજે એક ધાર્મિક સ્થળ પર છેડછાડની હરકત પછી ભડકેલા તનાવ પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસે એ વિસ્તારની ધેરાબંધી કરી રાખી છે અને લોકોના બહાર નીકળવા પર પણ રોક લગાવી છે. હંગામો કરનાર યુવક માનસિક રૂપે અસ્થિર છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી તો એ વિસ્તારના લોકો ઉગ્ર થઈ ગયા અને  ટોળાને સોંપવાની માગ સાથે આક્રોશે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ અને પથ્થરમારો કર્યો તે પછી વાહનોને આગ ચાંપી હતી. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
 
સાત કલાક સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ઝડપ થઈ. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ થઈ છે. અને તનાવના પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો