સૂત્રો મુજબ બોટ અને તેના પર સવાર 9 લોકોની આગળ તપાસ માટે તેમને પોરબંદર લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ નિયંત્રણ રેખાની પાર લક્ષિત હુમલો કર્યો હતો. ત્યારબાદથી પડોશી દેશની સીમાવાળા મેદાન અને સમુદ્રી સીમાને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે.