યાકૂબની પત્નીને MP બનાવવાની માંગ કરનારા સપા નેતા પર એક્શન, પદ પરથી હટાવાયા

શનિવાર, 1 ઑગસ્ટ 2015 (13:20 IST)
1993 મુંબઈ બોમ્બ ધમાકાના દોષી યાકૂબ મેમનને ફાંસી આપ્યા પછી તેમની પત્ની રાહીનને સાંસદ બનાવવાની ડિમાંડ કરનારા સપાના પ્રદેશ ઉપાધ્યક્ષ મોહમ્મદ ફારૂક ઘોસીએ યૂટર્ન લીધુ છે. ઘોસીએ શનિવારે કહ્યુ કે આ તેમના વ્યક્તિગત વિચાર હતા. બીજી બાજુ પાર્ટીએ આ નિવેદનને લઈને એક્શન લેતા તેમને પદ પરથી હટાવી દીધા છે. સપાએ કહ્યુ કે તેમની આ નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી.  ઉલ્લેખનીય છે કે ઘોસીએ પોતાની આ માંગને લઈને મુલાયમ સિંહ યાદવને ચિઠ્ઠી પણ લખી હતી. 
 
ચિઠ્ઠીમાં શુ લખ્યુ હતુ એસપી નેતાએ 
 
સપા નેતાએ લખ્યુ હતુ, "મુંબઈ બોમ્બ ધમાકાના મામલામાં યાકૂબની સાથે તેમની પત્નીને પણ અરેસ્ટ કરવામાં આવી હતી. જો કે પછી રાહીનને છોડી દેવામાં આવી હતી. પણ ત્યા સુધી તે અનેક વર્ષો સુધી જેલમાં રહી. કેટલી તકલીફ સાચી હશે.  સમાજવાદી પાર્ટીની ખૂબી છે કે મનમાં જે વાત રહે તેને કહેવી જરૂરી છે. તમે અમારા નેતા છો. એ પણ સમાજવાદી જેમણે લાચાર અને અસહાય લોકોનો હંમેશા સાથ આપ્યો છે.  આજે મને રાહીન યાકુબ મેમન અસહાય લાગી રહી છે અને આ દેશમાં કેટલા અસહાય હશે જેમની લડાઈ આપણે સૌએ લડવાની છે. મુસલમાન આજે ખુદને અસહાય સમજી રહ્યા છે. આપણે સાથ આપવો જોઈએ અને રાહીન યાકૂબને સંસદ સભ્ય બનાવીને મજલૂમ અને અસહાય લોકોની અવાજ બનવા દેવુ જોઈએ." 
 
વીડિયો ફુટેજ શોધી રહી છે પોલીસ 
 
આ દરમિયાન જાણવા મળ્યુ છે કે 30 જુલાઈના રોજ યાકૂબની અંતિમયાત્રા પર મુંબઈની કડક નજર હતી. અપરાધીઓના આવવાની આશંકાને જોતા મુંબઈ પોલીસે યાકૂબના અંતિમયાત્રાનો વીડિયો પણ બનાવ્યો છે. ગુરૂવારે જે સમયે યાકૂબ માટે માહિમ દરગાહ પર દુઆ પઢી ગઈ અને જ્યારે તેણે મરીન લાઈન્સના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો.  એ સમયે હજારો લોકોની ભીડ હતી. માહિતી મુજબ અંતિમયાત્રા પછી પોલીસ એ વીડિયોની ફુટેજનું સ્કૈનિંગ કરી રહી છે. યાકૂબની અંતિમયાત્રામાં દસ હજારથી વધુ લોકોની ભીડ એકત્ર હતી. એક અંગ્રેજી છાપાની રિપોર્ટ મુજબ મેમનને ફાંસી આપતા પહેલા મુંબઈ પોલીસે અપરાધિક રેકોર્ડ રાખનારા 526 લોકોની ધરપકડ કરી હતી. 
 

વેબદુનિયા પર વાંચો