Social Media પર વાયરલ થઈ રહી છે આ ફોટો, જાણો શુ છે આની હકીકત

બુધવાર, 25 મે 2016 (10:57 IST)
અસમના અસેંબલી ઈલેક્શનમાં બીજેપીના ટિકિટ પર જીતનારી એકટ્રેસ અંગરૂલતા ડેકા અજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. રોજ તેના નામ પર કોઈને કોઈ કૉન્ટ્રોવર્સી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉપર દેખાનારી ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે આ અંગૂરલતાની ફોટો છે. શુ આ અંગૂરલતાની ફોટો છે. જાણો છેવટે શુ છે આની પાછળની હકીકત.. 
 
- અમે જે ફોટોની વાત કરી રહ્યા છે તેને અંગૂરલતાની બતાવીને ફેસબુક, ટ્વિટર, વોટ્સએપના ગ્રુપ્સ પર શેયર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફોટો અંગૂરલતાની છે જ નહી. પણ તેને અનેક યૂઝર્સ સત્ય માની રહ્યા છે. જો કે આ અંગૂરલતા સાથે થોડી ઘણી મળતી આવે છે. 
 
- ઉલ્લેખનીય છે કે આ ફોટો જે યુવતીનો છે તેનુ નામ સપના વ્યાસ પટેલ છે. 
- સપના એક ફિટનેસ ટ્રેનર છે અને તેને ઈંસ્ટાગ્રામ પર એકાઉંટ પર પોતાની આવી કેટલીક ફોટોજ શેયર કરી છે. 
 
આગળ જાણો કોણ છે અંગૂરલતા ડેકા ? 

- અંગૂરલતા ડેકા મૉડલ અને એક્ટ્રેસ છે. તે અનેક બંગાળી અને અસમિયા ફિલ્મોમાં કામ કરી ચુકી છે. 
- અસમમાં અસેંબલી ચૂંટણીમાં જીત્યા પછી તેની સુંદરતાની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેની ફોટોજ શેયર કરવામાં આવી રહી છે. 
- ઉલ્લેખનીય છે કે તેના અનેક ફોટો શૂટ ચર્ચિત થઈ ચુક્યા છે. તે ફેસબુક પર પોતાની ફોટોજ શેયર કરતી રહે છે. 
- અંગૂરલતા એક્ટિંગ ઉપરાંત અનેક ફિલ્મો પણ ડાયરેક્ટ કરે છે. 
- તેણે અસમના બતદ્રોવા સીટ પરથી ચૂંટણી લડી અને કોંગ્રેસના ગૌતમ બોરાને હરાવીને વિધાનસભા પહોંચી છે. 
- અંગૂરલતાએ પહેલીવાર ચૂંટણી લડીને જીત મેળવી છે. 
 
 અંગૂરલતાના પતિ પણ એક્ટિંગ ફિલ્ડમાં 
 
- અંગૂરલતા ડેકાએ અસમિયા ફિલ્મ એક્ટર અને થિયેટર આર્ટિસ્ટ આકાશદીપ સાથે લગ્ન કર્યા છે. 
- બંનેયે અનેક ફિલ્મોમાં એક સાથે કામ પણ કર્યુ છે. અંગૂરલતા આ વર્ષે લગ્નના બંધનમાં બંધાય ચુકી છે. 
 
રામ ગોપાલ વર્માએ પણ કર્યુ ટ્વીટ 
 
ફિલ્મમેકર રામગોપાલ વર્માએ પણ એક ટ્વીટ કર્યુ. તેમણે કહ્યુ, જો એમએલએ આવા દેખાવવા માંડ્યા તો સમજો રાજનીતિમાં સારા દિવસો આવી ગયા છે.  થૈક યૂ અંગૂરલતાજી. થેંક યો મોદી. પહેલીવાર મને પોલિટિક્સ સારી લાગી. રામગોપાલના આ ટ્વીટ પર મળતાવડુ રિએક્શન આવી રહ્યુ છે.  
 

વેબદુનિયા પર વાંચો