ઈદ પર પાકિસ્તાનની એક વધુ નાપાક હરકત

મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (12:49 IST)
ભારતને એકવાર ફરીથી ભડકાવતા પાકિસ્તાને પ્રધાનમંત્રી નવાજ શરીફને આજે ઈદ-ઉલ અજહાને કાશ્મીરીઓના સર્વોચ્ચ બલિદાનોના પ્રતિ સમર્પિત કરી દીધુ અને કહ્યુ કે જ્યા સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાશે નહી ત્યા સુધી પાકિસ્તાન આવુ કરવુ ચાલુ રાખશે. 
 
કાશ્મીરીઓને બલિદાનનુ ફળ મળશે 
 
શરીફ એ ઈદ ઉલ અજહાના અવસર પર મોકલેલ સંદેશમાં કહ્યુ, 'અમે કાશ્મીરીઓના બલિદાનોને નજરઅંદાજ કરી શકતા નથી. તેમને તેમના બલિદાનોનુ ફળ મળશે. અમે આ ઈદના રોજ કાશ્મીરી જનતાના સર્વોચ્ચ બલિદાનોને સમર્પિત કરીએ છીએ અને જ્યા સુધી કાશ્મીરનો મુદ્દો (કાશ્મીરી જનતા)ની ઈચ્છાઓના અનુરૂપ હલ નથી થાય ત્યા સુધી અમે આવુ કરવુ ચાલુ રાખીશુ. 
 
આઝાદી માટે કાશ્મીરે આપી કુર્બાની 
 
શરીફે પોતાના રાયવિંડ સ્થિત રહેઠાણ પર પોતાના પરિવારના સભ્યો સાથે મસ્જિદમાં ઈદની નમાજ અદા કરી. તેમણે કહ્યુ, 'કાશ્મીરી જનતાએ ભારતથી આઝાદી મેળવવાના પોતાના સંઘર્ષમાં પોતાની ત્રીજી પેઢીનુ બલિદાન આપી દીધુ છે. તેમણે કહ્યુ, 'તે આત્મનિર્ણયના પોતાના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે અને ભારતીય અત્યાચારોનો સામનો કરી રહ્યા છે. તાકતનો ઉપયોગ કરીને તેમની અવાજને દબાવી નથી શકાતી. 

વેબદુનિયા પર વાંચો