'એ દિલ' ને લઈને CM ફડણવીસ 'મુશ્કેલી' માં, શબાના બોલી - દેશભક્તિની કોઈ કિમંત નથી હોતી

મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (11:53 IST)
કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' ને લઈને ચાલી રહેલ વિવાદ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુશ્કેલીમાં આવી ગયા છે. અભિનેત્રી શબાના આઝમીએ કહ્યુ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ફિલ્મના વિવાદો વચ્ચે કાયદો-વ્યવસ્થા લાગૂ કરવાને બદલે તેમને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે સોદો કર્યો. આઝમીએ ટ્વીટ કર્યુ., "કેટલો દુ:ખદ મામલો છે, મુખ્યમંત્રી સોદો કરાવે છે અને પાંચ કરોડમાં દેશભક્તિ ખરીદે છે. જ્યારે કે ગૃહ મંત્રીએ 'એ દિલ હૈ મુશ્કિલ'(ADHM) ને શાંતિપૂર્ણ રીતે રજુ કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો." તેમણે કહ્યુ, "સંઘ પરિવાર જુદી ભાષા બોલે છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાયદો વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાને બદલે સોદો કરાવે છે." એટલુ જ નહી મનસેની આલોચના કરતા આઝમીએ કહ્યુ કે તેમની પાર્ટી લોકોની દેશભક્તિ નક્કી કરે છે. 
 
તેમણે કહ્યુ, "શુ મનસે નક્કી કરશે કે હુ દેશભક્ત છુ કે નહી ? હુ ભારતીય સંવિધાનના સમક્ષ નમુ છુ. પણ રાજ ઠાકરે સમક્ષ નહી. કોઈની દેશભક્તિ પર સવાલ કરવાની શુ જરૂર છે ?  ઉલ્લેખનીય છે કે જોહર સાથે પ્રોડ્યૂસર્સ ગિલ્ડના અધ્યક્ષ મુકેશ ભટ્ટે શનિવારે ફડણવીસ અને મનસે પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે બોલીવુડના ફિલ્મ નિર્માતા ભવિષ્યમાં પાકિસ્તાની કલાકારો સાથે કામ નહી કરે અને જોહરને ફિલ્મની શરૂઆતમાં ઉરી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો ઉલ્લેખ થશે. કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન પણ છે. જેને લઈને મનસે વિરોધ કરી રહી હતી કે આ ફિલ્મ રજુ ન થવા દઈએ.  

વેબદુનિયા પર વાંચો