લિસ્ટ સોંપવાની વાત કરત જેટલીએ જોર આપતા કહ્યુ કે તેમા કોઈને બચાવવાનો પ્રયત્ન નહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટને આ લીસ્ટ સિલબંધ કવરમાં સોપવામાં આવશે. જોકે તેમણે એ નથી બતાવ્યુ કે યાદી સાર્વજનિક કરવામાં આવશે કે નહી. જેટલીએ સંવાદદાતાઓને કહ્યુ, 'સરકાર બુધવારે કોર્ટને આ યાદી સોંપશે. સરકારે કોર્ટ દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ને પહેલા મતલબ 27 જૂનના રોજ આ યાદી સોંપી દીધી છે. સરકાર ઈચ્છે છે કે કાયદા મુજબ અપનાવેલ કોઈપણ પ્રક્રિયા દ્વારા અમે આ મામલાની જડ સુધી જઈ શકીએ.'
જેટલીએ કહ્યુ કે સરકાર વિદેશોમાં બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે ધન મુકનારા બધા લોકોને દંડિત કરવા માંગે છે અને તે કાળાનાણાને પરત લાવવાની દરેક શક્ય કોશિશ કરશે. તેમણે કહ્યુ આ નામો અને આ ખાતા વિશે હકીકત સામે આવવી જોઈએ. જેનાથી એવા લોક વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય અને ત્યા મુકેલ ધનને દેશમાં પરત લાવી શકાય.' જેટલીએ આગળ કહ્યુ સરકારે આ બાબતે કોઈપણ તપાસ એજંસી સાથે મુશ્કેલી નથી. કારણ કે કોઈપણ એવુ નથી કે જે સરકાર બચાવવા માંગે છે. આવામાં જે પણ નામ સામે આવશે તેની તપાસ થશે અને કાયદા મુજબ તેમને દંડિત કરવામાં આવશે. જેટલીએ કહ્યુ કે સરકાર એ પણ ઈચ્છે છે કે એવી પ્રક્રિયા અપનાવવામાં આવે જેનાથી અન્ય દેશ ભારત સ્સાથે સહયોગ કરવો ચાલુ રાખે.