સુજાતા સિંહનું રાજીનામુ... એસ. જયશંકર બન્યા વિદેશ સચિવ

ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (10:53 IST)
કેન્દ્ર સરકારે વિદેશ સચિવના પદ પરથી સુજાતા સિંહને રજા આપી દીધી છે તેમના કાર્યકાળમાં છ મહિનાનો સમય બાકી હતો. તેમના સ્થાન પર  ડો. એસ જયશંકર નવા વિદેશ સચિવ બન્યા છે. તેમણે હવેથી અડધો કલાક પહેલા વિદેશ મંત્રાલય જઈને પદભાર સાચવી લીધો છે. 
 
જયશંકર અમેરિકામાં ભારતના રાજદૂત હતા. આ પહેલા તે ચીનમાં પણ ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જયશંકરે અમેરિકાની સાથે એટમી ડીલનો રસ્તો સાફ કરવા અને ઓબામાને ગણતંત્ર દિવસ પર મહેમાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
બીજી બાજુ સુજાતા સિંહના કાર્યકાળમાં લગભગ આઠ મહિનાનો સમય બચ્યો હતો. પણ તેમા અચાનક કપાત કરવામાં આવી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની નિમણૂંક સંબંધી સમિતિની બેઠકમાં અચાનક આ જાહેરાત કરવામાં આવી. સુજાતા સિંહને બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો.  
 
મોડી રાત્રે સત્તાવાર કરેલ જાહેરાત મુજબ ભારતીય વિદેશ સેવાની 1976 બૈચની અધિકારી સુજાતા સિંહે એક વિદેશ સચિવ કાર્યકાળમાં તરત જ કપાત લાગુ કરવામાં આવી. 
 

વેબદુનિયા પર વાંચો