કેજરીવાલના ઘરનું બે મહિનાનું બિલ લગભગ 91000 રૂપિયા !

મંગળવાર, 30 જૂન 2015 (11:48 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિવિલ લાઈંસ સ્થિત રહેઠાણનુ એપ્રિલ અને મે મહિનાનુ વીજળીનું બિલ લગભગ 91, 000 રૂપિયા હતુ. આ માહિતી એક આરટીઆઈ અરજીના જવાબમાં મળી છે. 
 
દિલ્હી સરકારના સામાન્ય પ્રશાસન વિભાગે કેજરીવાલના સિવિલ લાઈન્સ સ્થિત રહેઠાણના વીજળીનુ બિલની કોપીઓ આપી છે. વકીલ અને આરટીઆઈ કાર્યકર્તા વિવેક ગર્ગે આરટીઆઈ અરજી દાખલ કરી હતી. 
 
જો કે દિલ્હી ભાજપાએ દાવો કર્યો કે બિલ એક લાખ રૂપિયાથી વધુ છે અને તે આમ આદમી પાર્ટીના બધા મંત્રીઓના બિલની વિગત પણ માંગશે. દિલ્હી ભાજપ્નાઅ પ્રવક્તા પ્રવીણ કપૂરે કહ્યુ, "મુખ્યમંત્રીના રહેઠાણ પર વીજળીના બે મીટર છે. બંને મીટૅરોના તાજા બિલ 55,000 રૂપિયા અને 48,000 રૂપિયા (કુલ 1,03,000 રૂપિયા)ના છે."  એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે સરકાર મામલેમાં કશુ બોલતા પહેલા બિલની પુષ્ટિ કરશે. 
 
બીજેપીના આરટીઆઈ વિંગ સાથે સંબંધ રાખનારા વિવેક ગર્ગે ભારે ભરકમ બિલને લઈને કેજરીવાલ પર સવાલ ઉઠવ્યા છે. તેમણે પુછ્યુઉ કે કેજરીવાલ સારવાર કરીને પરત ફર્યા હતા પણ તેમણે કહ્યુ હતુ કે તમારા ઘરમાં એસી ઉપયોગ નહી કરે. પણ તેમના ઘર પર 30થી 32 એસી લાગેલા છે. આ એક ખરાબ મજાક છે.  

વેબદુનિયા પર વાંચો