ટ્રેનની છત કાપીને ઉડાવી ગયા RBI ના 5.8 કરોડ રૂપિયા !

બુધવાર, 10 ઑગસ્ટ 2016 (10:05 IST)
ચાલતી ટ્રેનમાં દુઃસાહસ ભરી ચોરીનો એક મામલો તમિલનાડુમાં સલેમથી એક ટ્રેનમાંથી ચેન્નઈમાં રિઝર્વ બેંક ઓફ ઈંડિયાને મોકલવામાં આવી રહેલ 340 કરોડ રૂપિયામાંથી પાંચ કરોડ રૂપિયા ચોરી લેવામાં આવ્યા.  ટ્રેનના અહી પહોંચ્યા પછી 226 પેટીમાં રોકડથી ભરેલ ચાર પેટી સાથે છેડછાડની ઘટના સસમે આવ્યાના થોડાક કલાક પછી આઈજીપી એમ રામસુબ્રમણિએ જણાવ્યુ કે પાંચ કરોડ રૂપિયાની ચોરી થઈ છે.  ઉલ્લેખનીય છે કે આરબીઆઈના એક અધિકાઈએ કહ્યુ કે ટ્રેન દ્વારા 340 કરોડ રૂપિયાની ફાટેલી જૂની રોકડ 226 પેટીમાં સલેમથી ચેન્નઈ મોકલવામાં આવી રહી હતી. અધિકારીએ કહ્યુ કે સલેમથી ચેન્નઈ પહોંચ્યા પછી લાકડીની 226 પેટીમાંથી ચાર પેટીમાં છેડછાડ જોવા મળી. પોલીસે જણાવ્યુ કે રોકડ પેટીથી ભરેલી ત્રણ માલવાહક ડબ્બામથી એકનો એયરવેંટ તૂટેલો જોવા મળ્યો જેનાથી શંકા છે કે કોઈએ ઉપરથી પ્રવેશ કર્યો. 

વેબદુનિયા પર વાંચો